છેલ્લા કેટલાક દિવસથી રશિયા અને યુક્રેન દેશ વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે અને બંને દેશ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં એવામાં પ્રજા અને ભારતીય નાગરીકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધમાં પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ અથવા બંકરમાં આશરો લેવાની ફરજ પડી છે. એવામાં ગુજરાતના મહાનગર વડોદરામાંથી એક ગુજરાતી મદદ માટે આગળ આવ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં એક ગુજરાતી લોકોની મદદે આવ્યો છે.
યુક્રેનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનિયન નાગરિકો માટે મોટો સહારો બની રહ્યો છે. ગુજરાતના વડોદરાના 52 વર્ષીય મનીષ દવેએ રશિયાના હુમલા બાદ આ કટોકટીની સ્થિતિમાં તેમના સાથિયા રેસ્ટોરન્ટમાં ઓછામાં ઓછા 70 લોકોને આશ્રય આપ્યો છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવેએ કહ્યું હતું કે ચોકોલેવસ્કી બુલેવાર્ડના ભોંયરામાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારનું બોમ્બ બંકર બની ગયું છે. ગુરુવારે યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો સાથિયા રેસ્ટોરન્ટમાં પોતાનો સામાન લઈને એકઠા થયા હતા. આ રેસ્ટોરન્ટ લોકોને આશ્રય અને મફત ભોજન પ્રદાન કરે છે. “ઘણા યુક્રેનિયન નાગરિકો પણ મારી રેસ્ટોરન્ટમાં આ આશાએ આવ્યા હતા કે તેઓ અહીં સુરક્ષિત રહેશે. આ રેસ્ટોરન્ટ હવે બોમ્બ શેલ્ટર જેવું છે.
A man called Manish Dave has turned his restaurant into a shelter for over 125 vulnerable people in Ukraine. He & his staff cook food & risk their lives in search of ration for them all. The world needs more people like Manish Dave. pic.twitter.com/ZnQlViwDoZ
— GOOD (@good) February 27, 2022
કારણ કે તે ભોંયરામાં નીચે છે. અમે દરેકને ભોજન પીરસીએ છીએ. “ગુડ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ સંબંધમાં એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું છે: “મનીષ દવે નામના વ્યક્તિએ યુક્રેનમાં તેની રેસ્ટોરન્ટને 125 થી વધુ લોકો માટે આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે. તે અને તેના કર્મચારીઓ રાશનની શોધમાં અને આશ્રિતો માટે ભોજન તૈયાર કરવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દુનિયાને મનીષ દવે જેવા વધુ લોકોની જરૂર છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ત્યાંની સ્થિતિ વધુ વણસી છે. યુક્રેનિયન લોકોની સાથે સાથે, વિવિધ દેશોના ત્યાં રહેતા લોકો પણ ખૂબ જ હતાશ અને પરેશાન છે. આ અહેવાલો વચ્ચે આ રાહતના વાવડ વહેતા થયા છે.

