યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ગઈકાલે એક ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યાં બાદ આજે વધુ એક ભારતીય છાત્રનું મોત નીપજ્યું છે. યુદ્ધમાં પંજાબના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. પંજાબના રહેવાસી ચંદન જિંદાલ નામના 22 વર્ષના યુવાનનું મોત જૂની બિમારીના કારણે નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ચંદનનું મોત યુક્રેન યુદ્ધમાં નથી થયું પરંતુ બિમારીના કારણે થયું છે. ચંદન નામના છાત્રને બ્રેઈન સ્ટ્રોક આવતા તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બ્રેઈન સ્ટ્રોકના કારણે તેને આઈસીયુમાં દાખ કરાયો હતો. પરંતુ સારવારમાં ચંદનનું બુધવારે સવારે મોત નીપજ્યું હતું. યુક્રેનમાં ભારતીયનું આ સતત બીજું મોત છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકિવમાં શુટઆઉટ દરમયાન મોત નીપજ્યું હતું. આ યુદ્ધના કારણે અત્યારસુધીમાં ભારતના બે છાત્રોના મોત નીપજ્યાં છે.

