HomeGujaratશીખો આ રાજ્યની પ્રજા પાસેથી કે ટ્રાફિક માં કેવી રીતે ઊભા રહેવાય

શીખો આ રાજ્યની પ્રજા પાસેથી કે ટ્રાફિક માં કેવી રીતે ઊભા રહેવાય

સામાન્ય રીતે જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનું થાય ત્યારે થોડા સમય માટે પણ ઊભા રહેવામાં દરેક લોકો અકડાઈ જાય છે. આ ઉપરાંત જ્યાં પણ જગ્યા મળે ત્યાં ઘુસી જાય છે. આ ઉપરાંત જ્યારે પણ ટ્રાફિક પોઈન્ટ પરથી ગ્રીન સિગ્નલ મળે ત્યારે મોટેથી હોર્ન વગાડીને કાન પકવી દે છે. પણ આપણા જ દેશમાં એક એવું પણ રાજ્ય છે. જેની ટ્રાફિક મેનર જોઈને માન થઈ જશે. ઘણી સારી વાત શીખવા માટે પણ મળશે.

દેશના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિક જામ અને તેમાં ફસાયેલા લોકોના અનેક ચિત્રો જોયા જ હશે. આ પ્રકારના ટ્રાફિકજામમાં ઘણી વખત વાહનચાલકો ઓવરટેક કરવા માટે લડતા અને એકબીજા પર પડાપડી કરતા જોવા મળે છે. ઘણી વખત લોકો વચ્ચે ટ્રાફિકને લઈને ઝઘડો થાય છે. કેટલાક લોકો તો જાહેરમાં રોફ જમાવતા હોય છે અને કહે છે કે, તું ઓળખશ મને હું કોણ છું. તું મને ઓળખતો નથી. જેવા વાક્યો કોમન થઈ ગયા છે. પરંતુ દેશના એક રાજ્યની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટ્રાફિક જામની આ તસવીર સાવ અલગ છે. અહીં કોઈ લડાઈ અને ઝઘડા નથી, કે લોકો એકબીજા પર ચઢવા તૈયાર હોય તેવું લાગતું નથી. આ તસવીર મિઝોરમની છે.

જે પણ આ તસવીર જોઈ રહ્યા છે તે ટ્રાફિક જામમાં લોકોના અનુશાસનની પ્રશંસા કરી રહ્યા છે. સંદીપ અહલાવત (@SandyAhlawat89) નામના યુઝરે આ તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેણે લખ્યું છે- ‘મેં આવી શિસ્ત માત્ર મિઝોરમમાં જ જોઈ છે. ગાડીઓની રેલમછેલ નથી, અહંકાર નથી, શેરી ઝઘડા નથી. કોઈ કર્કશ હોર્ન મારતું નથી અને કોઈ કહેતું નથી – તમે નથી જાણતા કે મારો બાપ કોણ છે… કોઈને ઉતાવળ નથી.’ આ તસવીરને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ રીટ્વીટ કરી છે.

સંદીપ અહલાવતના ટ્વીટને રીટ્વીટ કરતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લખ્યું- ‘શું આ કોઈ તસવીર છે. રોડ પર બનાવેલા માર્કની બહાર એક પણ વાહન નથી. આ તસવીરમાં એક મહાન સંદેશ છુપાયેલો છે. આપણે આપણા જીવનની ગુણવત્તાને કેટલી સારી બનાવીએ છીએ તે આપણા પર નિર્ભર છે. મિઝોરમને મહાન સલામ…’લોકો આ તસવીરને ખૂબ શેર કરી રહ્યા છે. આ તસવીર પોતાનામાં ઘણું બધું કહી જાય છે. આ એક ચિત્ર પોતાનામાં જ આખી વાર્તા છે. તમે પણ જુઓ આ તસવીર.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW