ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર વહેલી સવારે શ્રમિકોને ભરીને જઈ રહેલું ટ્રેકટર એકાએક પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર 10 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત શ્રમીકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ખંભાળિયાથી 20 કિલોમીટર દુર આવેલા સામોસર ગામ તરફ જવાના રસ્તે દ્વારકા તરફથી મજુરો ભરેલુ ટ્રેક્ટર પસાર થયું હતું. સવારના સમયે આ ટ્રેક્ટર કોઈ કારણસર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે ટ્રેક્ટરમાં જઈ રહેલા એક કોન્ટ્રાક્ટર કામના દસ જેટલા શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગેની જાણ 108ને જાણ કરાતા પાયલોટ અક્ષય ચૌહાણ તથા ઈ.એમ.ટી. દોલત પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

