HomeGujaratમોરબીના સીરામીક ઉધોગને મળી રાહત ચાઈના પર કેન્દ્ર સરકારે એન્ટી ડિમ્પિંગ ડ્યુટી...

મોરબીના સીરામીક ઉધોગને મળી રાહત ચાઈના પર કેન્દ્ર સરકારે એન્ટી ડિમ્પિંગ ડ્યુટી યથાવત રાખી ખુશીની લ્હેર

ઉધોગનગરી મોરબી હાલ સીરામીક પ્રોડક્ટમાં વિશ્વમાં ચાઇનાના સીરામીક માર્કેટ બાદ બીજા ક્રમનુ ઉત્પાદક છે.મોરબીના આ વિશાળ ઉધોગ પર ચાઈના વર્ષોથી કટ્ટર હરીફ હોવાથી એન-કેન પ્રકારે બજારમાં સસ્તા ભાવે માલ વેચી સ્પર્ધા ઉભી કરતું રહે છે.5 વર્ષ પહેલાં ભારતમા પણ આજ સ્થિતિ હતી ભારતમાં આજથી 5 વર્ષ પહેલાં ચાઇનના સીરામીક પ્રોડક્ટની મોટા પાયે ઈમ્પોર્ટ થતી હતી.સાઉથ ઇન્ડિયાના 4 સ્ટેટ જેમાં કર્ણાટક, તમિલનાડુ, કેરલ અને ઓડીસા સહિતના રાજય એવા હતા જ્યાં મોરબીના પ્રોડક્ટ નહિવત વેચાણ હતું કારણ કે ચાઈના ખૂબ સસ્તા ભાવે પ્રોડક્ટ ઉતારી ચેન્નઈ પોર્ટ પર ઉતારી દેતું જેટલુ ભારતમા હોવા છતાં મોરબીના ઉધોગ વેચી શકતા ન હતા જે બાદ ઉધોગકારોએ સરકારને આ અંગે રજુઆત કરતા તેમના પર એન્ટી ડમપિંગ ડ્યુટી લાદી દેવાઈ હતી.

આ ડ્યુટી લાદયા બાદ આજે મોરબીનું સીરામીક માર્કેટ ડોમેસ્ટિક માર્કેટ ખૂબ વિકાસ કર્યો છે. મોરબીના કુલ ઉત્પાદનના વાર્ષિક 15 હજાર કરોડ એકસ્પોર્ટ થાય છે જયારે 30 હજાર કરોડ ભારતનું માર્કેટ છે તેમાં પણ માત્ર સાઉથના જ 4 રાજયમાં વાર્ષિક વેચાણ 12થી 15 હજાર કરોડ થઈ ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા2017માં માત્ર 5 વર્ષ પૂરતું જ એન્ટિ ડમપિંગ ડયુટી લગાવી હતી. જેની મુદત 2022માં પૂર્ણ થતી હોવાથી ફરીવાર આટલું માર્કેટ ચાઇનમાં જવાની ભીતિ સેવાઈ રહી હોવાથી સીરામીક ઉધોગકારોએ આ અંગે કેન્દ્ર સરકારમાં રજુઆત કરી એન્ટી ડમપિંગ ડ્યુટી લાદવા માગણી કરી હતી જે માગણી સ્વીકારી સરકારે ડ્યુટી યથાવત રાખી છે.આ નિર્ણયથી ભવિષ્ય સીરામીક ઉધોગ વધુ વિકાસ કરી શકશે તેમ સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW