જામનગર શહેર નજીક આવેલા હાપા ખાતેના જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળો-2022 નું આયોજન ક્કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી બ્રિજેશ મેરજા હાજરી આપી હતી જામનગર ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મંત્રીના હસ્તે મંચ પરથી 33 લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરિત કરાઈ હતી.તદુપરાંત 24 સ્ટોલ પરથી 16 વિભાગની વિવિધ યોજનાના 1677 લાભાર્થીઓને રૂ.આઠ કરોડથી વધુની સહાય તેમજ મેળા દરમ્યાન અને મેળા પહેલા મળી રાજ્ય સરકારની 20 થી વધુ વિભાગોની 115 જેટલી યોજનાઓના 48594 લાભાર્થીઓને રૂ 197 કરોડથી વધુના લાભો એનાયત કરાયા હતા. આ લાભોમાં વિવિધ સહાયના ચેક, સહાય મંજુરી હુકમો, મફત પ્લોટની સનદ, નિર્ધૂમ ચુલા, ટ્રાઈસિકલ, સાયકલ વગેરે તેમજ કડિયા, કુંભાર વગેરે કામોની કીટ મંત્રીના હસ્તે લાભાર્થીઓને અર્પિત કરાઈ હતી. જેમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અંતર્ગત ડૉ.આંબેડકર આવાસ યોજના, સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના, આંતર જ્ઞાતિય યોજના, બેન્કેબલ યોજના, કુંવરબાઈ મામેરું યોજના અને માનવ ગરીમા યોજનાઓ દ્વારા કુલ-623 લાભાર્થીઓને રૂ.60.55 લાખ રકમની તથા કુલ-300 કિટ્સ સહાય ચૂકવવામાં આવી હતી. બહોળી સંખ્યામાં લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા.
આ તકે જામનગરના મેયર બીનાબેન કોઠારીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જામનગરના લોકોના વિકાસ વિશે આછેરી ઝલક આપી હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ મેળાના દરેક વ્યક્તિના ઉત્થાનના આશય વિશે જણાવી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
આ તકે જિલ્લાના વિવિધ તાલુકાના છ દાતાઓ દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં અંદાજિત રૂ 4 લાખથી વધુનું દાન આપવામાં આવ્યું હતું તેમજ મંત્રીના હસ્તે ધ્રોલ યુ.પી.એચ.સી.ને એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઇ હતી. આ કાર્યક્રમમાં જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, એપીએમસી ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, કલેકટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કમિશનર વિજય ખરાડી, અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક રાજેન્દ્ર રાયજાદા તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ- અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

