HomeGujaratગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને કર્મચારીઓને ન્યાય આપોઃ અર્જુન મોઢવાડિયા

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને કર્મચારીઓને ન્યાય આપોઃ અર્જુન મોઢવાડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. રાજસ્થાન રાજ્યની જેમ ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરીને સરકારી કર્મચારીઓને ન્યાય આપવા કોંગ્રેસના નેતાએ માંગ કરી છે. મુખ્યમંત્રી લખેલા આ પત્રમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના હિત તથા માંગને ધ્યાને રાખી આ પત્ર લખ્યો છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનના અશોક ગેહલોતની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે તા.1 જાન્યુઆરી 2004 પહેલાની જુની પેન્શન યોજના લાગુ કરીને રાજ્યના સરકારી કર્મચારીના ભવિષ્યને સુરક્ષિત કરવા નિર્ણય કર્યો છે. જે સરકારી કર્મચારીઓના હિતમાં છે. ગુજરાત રાજ્યમાં સરકારી યોજનાઓના પ્રમોશન અને સરકારી કાર્યક્રમોના આયોજન કરીને આ કાર્યક્રમના રાજકીય લાભ ખાટવા માટે મોટી રકમ ખર્ચાય છે. જે કર્મચારીઓ સરકારી વહીવટી વિભાગ ચલાવે છે નિવૃતિ પછી આર્થિક આત્મનિર્ભરતાનો હક આપવા સરકાર યોગ્ય પુરવાર થઈ નથી. રાજસ્થાનની સરકારમાંથી એક પ્રેરણા લઈ આપણી રાજ્ય સરકાર કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈ શકે. તા.1 જાન્યૂઆરી, 2004 પહેલા જે સરકારી કર્મચારીઓ નોકરીમાં જોડાયા હતા એ તમામ કર્મચારીઓને નિવૃત્તિ બાદ એક સુરક્ષા મળી રહે એ યોગ્ય છે. આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન યોજના અંતર્ગત એક રકમ ચુકવવામાં આવતી હતી. જે પેન્શન એમની સેવા પર આધારિત ન હતું પણ એમના પગાર અને ધોરણ પર આધારિત હતુ. આ યોજના અંતર્ગત નિવૃત કર્મચારીના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોને પણ પેન્શનની સુવિધાથી આર્થિક સુરક્ષા મળી રહેતી હતી.જેની મદદથી સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના પરિવાર સાથે માનભેર જીવન જીવવા માટે સક્ષમ રહેતા પણ હવે એવું નથી.

કર્મચારીની નિવૃતિ બાદ તમામ રકમ તથા રકમ પર મળતું ટકાવારી આધારિત રિટર્ન ઉમેરી પેન્શન ચૂક્તે કરાય છે. સરકાર આ ફંડનું જુદી જુદી સ્કીમમા રોકાણ કરી નાંખે છે. જે એ સમયની માર્કેટ પર નિર્ભર છે. પણ આવી યોજનાનું કોઈ ભવિષ્ય નથી. કર્મચારીઓ ના રોકાયેલ નાણા બજારમા ઉથલપાથલ થાય તો ધોવાય જાય છે. જે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે. આ નવી પેન્શન યોજનામાં અંતર્ગત સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળનારી રકમ ઓછી હોય છે. જેનાથી જીવન પસાર કરવું હાલના સમયે અઘરૂ બને છે. જે સરકારી કર્મચારી પોતાના જીવનના 30થી 40 વર્ષ પોતાની ફરજ બજાવે છે એને નિવૃતિ સમયે મળનારી આ રકમ ખૂબ ઓછી છે. છેલ્લે જીવન નિર્વાહ માટે પેન્શન ન મળે તો તે સરાકારી કર્મચારી માટે હળાહળ અન્યાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW