HomeGujaratમોરબીના મહેન્દ્રપરામાં મકાનનો જર્જરિત ભાગ તૂટ્યો,માતા પુત્રી ભત્રીજી પર પડતા એકનું મોત

મોરબીના મહેન્દ્રપરામાં મકાનનો જર્જરિત ભાગ તૂટ્યો,માતા પુત્રી ભત્રીજી પર પડતા એકનું મોત

મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નમ્બર 16માં રહેતા જિજ્ઞાષાબેન અજીમ અલી જીવાણીઉ.વ 45 તેમના પુત્રી રૂકસાનાબેન જીવાણીઉ.વ15 તેમજ તેમની ભત્રીજી નિલમબેન અનિસભાઈ જીવાણી ચાલીને જામાતા ખાનાએ જતા હતા તે દરમિયાન મહેન્દ્રપરા શેરી નમ્બર 10માં મોડી સાંજે એક મકાનની છત અને પારાપીટનો ભાગ અચાનક ધરાશાયી થતા નાશ ભાગ મચી ગઇ હતી. ગણતરીની મીનિટમાં કોઈને બચવાનો મોકો મળ્યો ન હતો.બનાવમાં રોડ પરથી પસાર થતી માતા પુત્રી અને ભત્રીજીઝપટે ચઢી ગઈ હતી.જ્યારે એક રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. બનાવમાં જિજ્ઞાસાબેનનું મોત થયું હતું જયારે નીલમબેન અને રૂકશાનાબેનને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં મોરબી પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી.બીજી તરફ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ દોડી જઇ ઈજાગ્રસ્તના નિવેદન નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW