હળવદ શહેરમાં હાલ શેરી ગલીઓ પર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેમ છાશવારે મારમારી અને જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુરુવારે પણ આવી એક ઘટના બની હતી જેમાં હળવદ શહેરમાં માણસોની અવર જવરથી ધમધમતા શાક માર્કેટ વિસ્તારમાં સાઇકલ લઈને આવેલ બે શખ્સને ત્યાં વેપાર કરતા અમિતલાલ માણેકલાલ મેઢા નામના વેપારીએ તેઓને સાઇકલ લઈને નીકળવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાયઇ જઈ બન્ને શખસે વેપારીના ગળાના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો આ ઘટનામાં અમિતભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પ્રથમ હળવદ સીવીલ બાદ સુરેન્દ્ર નગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોડી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ વેપારીની પણ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

