મોરબીના મકરાણી વાસમાં બે જૂથ વચ્ચે જુના ઝઘડાને લઇ ચાલતા મનદુઃખ બાદ બે જૂથે એક બીજાના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને પક્ષ તરફથી સામા-સામે છુટા ઘા કરવામાં આવતા મામલો તંગ બની ગયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં સામા-સામી ફરિયાદ નોધાઈ છે, આ બનાવમાં પોલીસે બંન્ને પક્ષના મળી કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના મકરાણી વાસમાં રહેતા રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણીને આરોપી જાવેદ યાર મહમદ બલોચના ભાઈ સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આરોપી જાવેદ યર મોહમદ બલોચ તોફીક ઉર્ફે દેવો રફીક બલોચ,નદીમ ઉર્ફ ઢાડીયો ડાડા બલોચ,ઇસ્માઈલ હુસેન બલોચ,તોફીક રફીક બલોચ તેમજ અનવર મુસા કુરેશીએ રહેમાનના ઘરમાં જઈ સોડાની બોટલો અને પત્થ્થરના છુટા ઘા ઝીકી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સામે પક્ષે આ વિસ્તારમાં રહેતા જાવેદ યાર મોહમદ બ્લોચના ઘર પર પણ રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી,સહેજાદ રહેમાન મુસાણી,હુસેન અલારખા શેખ,મોસીન કાસમ અજમેરી,સિકંદર નુરમોહમદ મુસાણી નિઝામ નુરમોહમદ જેડાએ પણ આ જ વિવાદમાં પથ્થર અને સોંડાની બોટલના છુટા ઘા કર્યા હતા બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની સામસમી ફરિયાદ નોધી હતી અને કુલ 7 આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

