રાજકોટમાં મુંજકા ગામમાં આવેલી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાના વ્હોટ્સએપ ગ્રુપમાં એક વકીલે લોકોની લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરી હતી. વકીલે હિન્દુ સમાજને અપશબ્દો કહ્યાં હતાં. તેમજ એક વ્યક્તિના ફ્લેટની બહાર તોડફોડ પણ કરી હતી. તેમજ ગણેશજીની પ્રતિમાનું તોરણ પણ તોડી નાંખ્યું હતું. તેમજ ટાઉનશીપ પાકિસ્તાની બની હોવાની ડંફાસ મારી હતી. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા શખસે પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને આજે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાના વ્હોટ્સએપ ગ્રુપમાં વકીલ સોહીલ મોર દ્વારા શિવાજી મહારાજ વિરૂદ્ધ સોશયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ વકીલે હિન્દુ સમાજને અપશબ્દો કહ્યાં હતાં. તથા જ્યોતિબા સોઢા નામના વ્યક્તિના ફ્લેટની બહાર પણ તોડફોડ કરીને ગણેશની પ્રતિમાનું તોરણ તોડી નાંખ્યું હતું.

ટાઉનશીપ પાકિસ્તાન બની ગઈ હોવાની ડંફાસો મારીને હિન્દુઓને ટાઉનશીપ ખાલી કરવા માટે કહ્યું હતું. આવી કટ્ટરપંથી માનસિકતા ધરાવતા શખસે પોલીસ ઉપર પણ હૂમલો કર્યો હતો. યુનિવર્સિટી પોલીસના સ્ટાફે ફરજમાં રૂકાવટ સહિતની બે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

શિવાજી મહારાજ વિરૂદ્ધ સોશયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિધર્મીનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં ક્રાઈમબ્રાંચના પીઆઈ જે.વી. ધોળાએ આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ક્રાઈમબ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે આરોપીનું નિવેદન નોંધ્યું હતું. તો બીજી તરફ રાજકોટ શિવસેના દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એકત્ર થયેલા શિવસેનાના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો છે તેમજ વકીલ સોહીલ મોર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

