HomeGujaratCentral Gujaratજયરાજસિંહ પરમાર કમલમ ખાતેથી ભાજપમાં જોડાયા, પક્ષ પલટા બાદ કહ્યું….

જયરાજસિંહ પરમાર કમલમ ખાતેથી ભાજપમાં જોડાયા, પક્ષ પલટા બાદ કહ્યું….

કોંગ્રેસ પક્ષને અલવિદા કહીને ફાયરબ્રાન્ડ ગણાતા નેતા જયરાજસિંહ પરમારે મંગળવારે કમલમ ખાતેથી પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયા ખેસ પહેરી લીધો છે. તેમણે ટ્વિટ કરીને કોંગ્રેસ છોડવાની માહિતી આપી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જયરાજસિંહ પરમારને ભાજપનો કેસરી ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ તરફથી ફટાકડા ફોડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપ પક્ષમાં જોડાયા બાદ જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, આજના આ પવિત્ર અને સન્માનનીય મંચ પર ભાજપના અધ્યક્ષ, પ્રેસિડેન્ટ પાટીલ સાહેબ, સાથે જ મંચ પર જેણે ખૂબ આદર અને પ્રેમ સાથે સ્વીકારેલા કાર્યકર્તાઓ આગેવાનો, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મારા મોટાભાઈ ઋષિકેશભાઈ, સંગઠનમાં ખૂબ તાકાતથી લઈને નિષ્ઠાપુર્વક પક્ષનું કામ કરતા મહામંત્રી પ્રદીપસિંહ, રજનીભાઈ, વિનોદભાઈ, વૈચારિક લડાઈ લડ્યા છે એવા મિત્ર યમલભાઈ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, એમ.એસ.પટેલ, યજ્ઞેશભાઈ તથા મંચ પર જોડાયેલા છે એ તમામ મિત્રો, અહીં આવેલા માતાઓ તથા બહેનો તેમજ મીડિયા મિત્રો. ઘણી વાતો આ મંચ પરથી થઈ છે અગાઉ એવો જમાનો હતો કે, રાજાનો દીકરો રાજા થતો. સામસામે યુદ્ધ થાય, લોહીની નદીઓ વહે, અનેકના માથા કપાઈ જાય, કોઈ બહેન એનો ભાઈ ગુમાવે, કોઈ પત્ની એનો પતિ ગુમાવે, કોઈ માતા એનો દીકરો ગુમાવે. એ સમયે રાજસત્તાઓ બદલાતી, એક સત્તામાંથી બીજી સત્તામાં જવું હોય તો લોહીની નદીઓ વહી જતી. અત્યારે લોહીનું એક ટીપું પણ ન પડે અને આખી સત્તા બદલાય જાય એનું નામ લોકશાહી છે. એ વ્યવસ્થા છે આપણી વચ્ચેની. જે રાજાઓ એમની માતાના પેટમાંથી જન્મતા હવે પેટીઓમાંથી જન્મે છે. એ મતપેટી છે એટલે માથા વધેરવાના નથી માથા વધારવાના છે. રાજનીતિએ સેવાનો વિષય છે. આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે પણ આ રાષ્ટ્રના તમામ લોકોને એક હેતું હતો, અહીંથી કહેવાયું છે કે નેશન ફર્સ્ટ, જે કાર્યકર્તા પ્રજા સાથેનો એનો નાતો તૂટી જાય છે. હું નેતા પણ તમે કોના નેતા? તમે પ્રતિનિધિ પણ કોના? એ તો બોલો. આ મંચ આ રાષ્ટ્રવાદી મંચની ઉપર એવો સમય આપણે શું કામ વેડફી નાંખીએ એટલો સમય આપણે રાષ્ટ્રનિર્માણ માટે વાપરી શકીએ.

અનેક કાર્યકર્તાઓ ખૂબ લોહી પરસેવો રેડ્યો હશે. એ કાર્યકર્તા જેણે સચિવાલયનું પગથિયું પણ જોયું નથી. સ્વર્ણીમ સંકુલ ક્યાં આવ્યું એ ખબર નથી. એના નિષ્ઠાવાન કાર્યકર્તા આપણી સમક્ષ આવ્યા છે. આપણે જે પ્રેમ અને ઉત્સાહ ઘણા નેતાઓને મળ્યો છું. જાહેર જીવનમાં. બહુ ઓછી વાત કરવાની, મુદ્દાસર વાત કરવાની, પણ ઈશારો કરીને સમજી શકાય પટેલ સાહેબને મળેલો. સાહેબ વડપ્રધાન નરેન્દ્રભાઈ જે વિકાની વાત લઈ નીકળ્યા છે અને જે જોવાની દ્રષ્ટિ અમારી છે એમાં બે પરિમાણો હોય છે. જ્યારે આપણે જીતીએ ત્યારે કોનું લોહી અને પરસેવો રેડાયો છે એ પણ જોવાનું, અને હાર્યા તો આપણી કમજોરી શું છે એ કમીઓને અને ખુબીઓ બંને જોવાય છે. ઘણા વખતથી નેતાઓ સાથે ડિસ્ક્નેક્ટ થઈ ગયા હતા. જનતા સાથે ક્નેક્ટ પણ નેતાઓ સાથે ડિસ્ક્નેક્ટ, આ નેતા પ્રજા સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યા હતા. હું લાબું નહીં બોલું. એક વાતની ખાતરી આપું છું કે, મેં જીવનના 37 વર્ષ ખર્ચી નાંખ્યા છે. પણ કમનસીબે આ સત્તાની રમતથી ઉપર થઈ ગયો હતો અને હું કોઈ અપેક્ષા સાથે આવ્યો જ નથી. ક્ષત્રિયનો દીકરો છું માથું મૂકીને કામ કરવાનું બસ. આમ જ કામ કરવું છે. જે ખૂટે છે થોડું એ પુરવા માટે આવ્યો છું. ખાતરી આપું છું કે, રેતીમાં વ્હાણ ચલાવ્યું છે. મારા કાર્યકર્તાઓને સાથે લઈ તાકાતથી. ખાલી કામ જો જો પરિણામ આપી શકીશુ. ખાતરી આપું છું કે તુફાન હી કરેંગા ફૈસલા રોશની કા, દીયા વહી જલેગા જીસમે દમ હોગા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW