HomeGujaratબોલો લ્યો… મનપાએ પત્ર લખ્યાના 42 દિવસે રાજકોટને સૌની યોજનાનું પાણી મળ્યું

બોલો લ્યો… મનપાએ પત્ર લખ્યાના 42 દિવસે રાજકોટને સૌની યોજનાનું પાણી મળ્યું

ઉનાળાના પ્રારંભ પહેલા જ રાજકોટમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યાં છે. ચોમાસા દરમયાન છલકાઈને જતા જળાશયોમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણી ખુટી જાય છે. જેથી નર્મદા ડેમમાંથી પાણી મંગાવવું પડે છે. રાજ્યમાં નવી સરકાર બનતા જ રાજકોટના સત્તાધીશોને સૌનીનું પાણી મેળવવા માટે પત્રો લખવા પડે છે. મનપાએ પત્ર લખ્યાના 42 દિવસ બાદ રાજકોટને પાણી મળ્યું છે.

સરકાર બદલાયા બાદ તા. 10-1-22ના રોજ શહેરમાં સૌની યોજનાના પાણી માટે રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવે પત્ર લખ્યો હતો. જે 18 દિવસ બાદ સિંચાઈ વિભાગને મળ્યો હતો અને 42માં દિવસે સવારે 8 વા્યે પાણી વિતરણ શરૂ કરાયું છે. ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે આજી-1 ડેમમાં પાણીનો પુરવઠો યથાવત્ત રહે અને શહેરીજનો ઉપર કોઈપણ પ્રકારનો પાણીકાપ લાદવામાં આવે નહીં તે માટે આજે સવારે 8 વાગ્યે પાણી વિતરણ શરૂ કરાયું છે. શહેરમાં પાણીકાપ શરૂ થાય તે પૂર્વે જ આજી-1 ડેમમાં 700 એમસીએફટી પાણી અપાશે. 300 ક્યુસેક લેખે બે પમ્પ શરૂ કરાયા છે. 21મીએ સવારે 8 વાગ્યે ધોળીધજાથી પાણી વિતરણ શરૂ કરાયું છે. જે 41 કિમી દુર થાન પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ મોડી રાત્રે 2 વાગ્યે મચ્છુ પમ્પિંગ સ્ટેશને પહોંચ્યું હતું.

આજે આ પાણી ત્રંબા પમ્પિંગ સ્ટેશન પહોંચ્યું છે. જ્યાંથી ત્રંબાના પાંચ ચેકડેમ અને એક કાળીપાટના ચેકડેમ તથા બે ખાણ મારફતે આજી-1 ડેમમાં પાણી પહોંચશે. ત્રંબા પમ્પિંગ સ્ટેશનથી આજી-1 ડેમમાં પાણી પહોંચતા અંદાજે 12 કલાક જેટલો સમય લાગતા મોડી રાત્રે 2થી 3 વાગ્યે પાણી આજી-1 ડેમમાં પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યારી ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું હોય અત્યારે આજી-1 ડેમમાં પાણી અપાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW