HomeGujaratમોરબી સિરામિક ફેક્ટરીની ગટરમાં પડી જતા ૩ વર્ષનાં બાળકનું મોત

મોરબી સિરામિક ફેક્ટરીની ગટરમાં પડી જતા ૩ વર્ષનાં બાળકનું મોત

સિરામિક નગરી મોરબીમાં અવાર નવાર નાના મોટા અકસ્માત થતા રહે છે ક્યારેક તેમાં મજૂરો ભોગ બનતા હોય છે તો ક્યારેક તેમાં નાના બાળકો મોતને ભેટ ચઢી જતા હોય છે.સિરામિકમાં મોટા ભાગની ફેક્ટરી બાળકો માટે ઘોડિયાઘરની વ્યવસ્થા ન કરતા હોવાથી નાના બાળકો ફેકટરીમાં રમતા હોય છે અને નાના મોટા અકસ્માતનો ભોગ બની મોતને ભેટતા હોય છે ત્યારે શ્રમ વિભાગ પણ જાણે આંખ આડા કાન કરીને બેસી રહેતું હોય છે અને ગરીબ પરિવારના બાળકો મોતને ભેટ ચઢી રહ્યા છે આવોજ એક બનાવ બેલા ગામ નજીક આવેલ ફેવર સિરામિકમાં કામ કરતા અને લેબર કવાટરમાં રહેતા તેરસીંગ હટીલા નામના શ્રમિકનો ૩ વર્ષનો રોહિત ક્વાર્ટરમાં આસપાસ રમતો હતો તે દરમિયાન અકસ્માતે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબવાથી તેનું મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકને પીએમ એર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW