અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માત પર કાબુ મેળવવા માટે ટ્રાફિક પોલીસે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સિટીમાં થતા અકસ્માતને ટાળવા માટે તંત્ર તરફથી શહેરના બ્રીજ પર કોંકેવ મીરર લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ તરફથી 30 જુદી જુદી જગ્યા પર કોંકેવ મિરર લગાવવામાં આવ્યા છે. કોંકેવ મિરરની મદદથી વાહન ચાલક પાછળ આવતા વાહનોને સરળતાથી જોઈ શકશે.
જેથી અકસ્માતને ટાળી શકાશે. કોંકેવ મિરરમાં એક ગોળાકાર મિરર હોય છે. આ મોટા અરીસાની મદદથી પાછળ આવતા વાહન સરળતાથી જોઈ શકાશે. જેથી અકસ્માત ટાળી શકાશે. હાલમાં અમદાવાદ પોલીસે જુદા જુદા વિસ્તારના કુલ 30 સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. જ્યાં આ પ્રકારના મિરર લગાવવાનું કામ ચાલું છે જેથી અકસ્માત ઓછા થશે. આ પ્રોજેક્ટ પર હાલમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડ પર કામ કરી રહી છે. લોકોની એક ભૂલ કે બેદરકારીને કારણે અકસ્માત વધતા હોય છે. પૂર્વમાં 9 અને પશ્ચિમના ત્રણ એમ કુલ મળીને 34 મિરર લગાવવાનું પ્લાનિંગ છે. હાલમાં અમદાવાદના કાલુપુર બ્રીજ, બાપુનગર બ્રીજ, સારંગપુર અને ગોતા બ્રીજ પર મિરર લગાવવાનું પ્લાનિંગ છે. પછી શહેરના જુદા જુદા બ્રીજ પર મિરર મૂકાશે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે. જોકે, આ જ પ્રકારનું આયોજન બીજા ઝોનમાં થશે તો અવશ્ય અકસ્માતની સંખ્યાને ઘટાડી શકાશે. ખાસ કરીને મોટા વાહનો અને ટુ વ્હીલર્સ વચ્ચે થતા અકસ્માતની સંખ્યા ઘટશે એવી પૂરી શક્યતાઓ છે.

આ મામલે કેટલાક વાહનચાલકોએ જણાવ્યું હતું કે, પોલીસે આ સારૂ પગલું ભર્યું છે. ખાસ કરીને બ્રીજ પર ચડીએ ત્યારે અને સાઈડ આપીએ ત્યારે ખ્યાલ આવે છે કે, પાછળ ક્યું મોટું વાહન આવી રહ્યું છે. આના કારણે અકસ્માત ઘટશે એ નક્કી છે. જ્યારે અન્ય એક વાહન ચાલકે એવું પણ કહ્યું કે, આનાથી ઘણો ફાયદો થયો છે. એક ફાયદો એ છે કે, પાછળથી કયુ વાહન સ્પીડમાં આવે છે એની ખબર પડે છે. જેથી સ્પીડ ઓછી કરવામાં અને સાઈડ આપવામાં ખ્યાલ આવે છે. આવું આખા અમદાવાદમાં થવું જોઈએ.

