HomeGujaratરાજકોટ પોલીસે 1 હજાર કરોડની તોડબાજી કર્યાનો હાર્દિક પટેલનો આરોપ

રાજકોટ પોલીસે 1 હજાર કરોડની તોડબાજી કર્યાનો હાર્દિક પટેલનો આરોપ

રાજકોટ સિટીમાં છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા પોલીસ કમિશન પ્રકરણમાં દરરોજ નવા નવા રાજકીય રંગ લાગી રહ્યા છે. તો બીજી તરફ ફરિયાદીઓના બેવડા વલણ સામે આવી રહ્યા છે. આ મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહવિભાગને લેખિતમાં એક પત્ર લખ્યા બાદ રાજનીતિમાં એકાએક ગરમાવો આવ્યો છે. આ પ્રકરણમાં હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે કહ્યું કે, લોકોને ન્યાય કેમ અપાય એની ચિંતા મહત્ત્વની છે.

લોકોની નજરમાં પોલીસ માટેનો પ્રેમ, આદર હતો એ વસ્તુ ક્યાંકને ક્યાંક રાજકોટની ઘટના બાદ સમાપ્ત થઈ ગયો છે. રાજકોટની ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે, પોલીસ તંત્ર (બધા પોલીસની વાત નથી કરતો) રાજકોટની ઘટના બાદ એક વાત પોલીસ વિશે કહું છું કે, બધા પોલીસ અધિકારી ખરાબ નથી, ઘણા રાજકોટના CP જેવા લોકોએ પોલીસ તંત્ર અને પોલીસ પરના વિશ્વાસને ખતમ કરી નાંખવાનું કામ કર્યું છે. મને એવું પણ જાણવા મળ્યું કે, ખરી તપાસ જો અહીં રાજકોટના પોલીસ તંત્રની કે CPની કરવામાં આવે તો કમ સે કમ 1000 કરોડ રૂપિયાની તોડબાજી પોલીસે કરી છે.પોલીસની સાથે એની નીચેની કેટલીક ખાસ બ્રાંચ તમે એને ક્રાઈમ બ્રાંચ કહો છો હું ખાસ બ્રાંચ કહું છું. એના નેતૃત્વમાં કરોડો રૂપિયાની તોડબાજી કરી કમિશનરનું ઘર ભરવાનું કામ રાજકોટ પોલીસે કર્યું છે. હું રાજકોટમાં રહેતા અને કામ કરતા એ તમામ પોલીસની વાત નથી કરતો. જે રીતે મીડિયા આ મુદ્દાને જે રીતે લોકોની વચ્ચે લાવ્યા,એ પછી રાજકોટમાંથી જ ઘણા બધા સામાન્ય નાગરિકે કહ્યું કે, અમારી સાથે પણ પોલીસે તોડબાજી કરી છે. પોલીસનું કામ ફરિયાદ લેવાનું હોય, સાચી તપાસ કરવાનું, કોર્ટનું કામ એ કેસ પર સાચો નિર્ણય લેવાનું પણ રાજકોટની પોલીસે FIR તો કરી પણ જાતે જજ બનવાનું કામ કર્યું. લોકોને અપીલ કરૂ છું. માત્ર રાજકોટ નહીં આખા ગુજરાતની અંદર એવા ઘણા પરિવારો છે જેની પાસેથી પોલીસ તોડબાજી કરવા ષડયંત્ર કરતી હોય છે. રાજકોટમાં એક બુટલેગરને પોલીસે દારૂમાં પકડ્યો. પોલીસે એની પાસેથી પૈસા માંગ્યા, બુટલેગરે કહ્યું પૈસા નથી. તો પોલીસે એની પાસેથી 1000 દારૂની પેટી મંગાવી. પછી એ પેટી પોલીસે જાતે વેચી નાંખી. રાજકોટના કમિશનર ડોગ પાળે છે. આ ડોગનું રાજકોટના પોલીસ કમિશનરે પ્રેસિડેન્ટ રાખ્યું છે. રાજકોટથી એનો જન્મદિવસ ઉજવવા અમદાવાદ જાય છે.

Come 2019, Gujarat braces for Hardik Patel Phase II

ખાસ બ્રાંચના કહેવાતા ઓફિસર એના માટે સોનાના દાગીના લઈ જાય છે. જે 50થી 60 લાખના થાય છે. રાજકોટની પોલીસે ન માત્ર રાજકોટની પ્રજાને પણ ગુજરાતની પ્રજાને મેસેજ આપ્યો કે અમે સરકારના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સખિયા બંધુની ફરિયાદ લેવામાં ન આવે તો સામાન્ય લોકોની હાલત આપણે જાણીએ છીએ. બધા પોલીસને હું ખરાબ નથી કહેતો. પોલીસ ચાર સિંહવાળા ચિહ્નનો દૂર ઉપયોગ કરી જનતાનો ભરોસો તોડે છે. અહીં રક્ષક જ ભક્ષક બની ગયા છે. સામાન્ય લોકોને પોલી પર ભરોસો નથી. સરકારને અપીલ કરૂ છું કે, યોગ્ય એજન્સીઓને સાથે રાખીને કામ કરવામાં આવે તો 1000 કરોડથી વધારે રકમની તોડબાજી જાણવા મળશે. કમિશનરના નજીકના સગાએ અમદાવાદના શૉ રૂમમાંથી 3થી 4 કરોડ રૂપિયાના સોનાની ખરીદી કેવી રીતે થાય એના સીસીટીવી લેવામાં આવે. એના પરિવારના નજીકના સભ્યના જન્મદિવસમાં ખાસ બ્રાંચના લોકો એન્ડેવર જેવી કાર ગિફ્ટ કરે છે આટલા પૈસા ક્યાંથી આવે છે.

પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કર્યું છે, સેટલમેન્ટના નામે તોડબાજી કરી છે. પોલીસ સાથે આવો જ સેટમેન્ટનો ધંધો રહેતો હોય તો તોડબાજીનો આંક કેટલો. સી.આર. પાટીલ સાહેબ આ બાબતે જવાબદાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબદાર છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબદાર?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW