મોરબી જિલ્લો ઔધોગિક નગર હોવાના મોરબી આસપાસના ઉધોગમાં અવાર નવાર નાની મોટી આગ લાગી જાય છે જેના કારણે એક તરફ લાખો કરોડોની કિમતના માલ સમાન બળી જાય છે તો બીજી તરફ માનવ જિંદગી પર જોખમ ઉભું થાય છે મોરબી પાલીકામાં વર્ષોથી ફાયરના સાધનો આઉટ ડેટેડ થયેલા હોવા છતાં મજબુરીમાં ઉપયોગ કરવા પડે છે આ સાધનો નાની આગ તો કાબુમા લઇ લે છે પણ ફકટરી કે અન્ય સ્થળ પર મોટી આગ લાગે ત્યારે નકામાં બની જાય છે અંતે રાજકોટ તેમજ અન્ય જીલ્લાના સાધનો પર નિર્ભર રહેવું પડે છે. શુક્રવારે પણવાંકાનેરના રાતાવીરડા પાસે પેપરમિલમાં આગ લાગી હતી.આગ વિકરાળ બની ગઈ હતી જેના કારણે મોરબી ફાયર વિભાગમાં આગ ઓલવવા કોલ જતામોરબી ફાયર વિભાગના જુના પુરાણા 2 મીની ફાયર તેમજ ટેન્કર સહિતના ઘટના સ્થળે આગ ઓલવવા પહોચ્યા હતા પણ આઉટ ડેટેટ થઇ ગયેલા મોરબી ફાયરના આ ભંગાર સાધનો પાંગળા સાબિત થયા હતા. મોરબી ફાયરની ટીમે પોતાનાથી બનતા પ્રયાસ કરી આગ કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અને ટાંચા સાધનોથી 2 કલાક સુધી પાણીના મારો ચલાવી આગ કાબુમાં લેવા કોશીસ કરી હતી પણ આગ કાબુમાં ન આવતા હળવદની ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી ઉપરાંત રાજકોટ,જામનગર જિલ્લા અને ચોટીલામાંથી પણ ફાયરના સાધનો બોલાવવા પડ્યા હતા.ફેકટરીમાં લાગેલી આ વિકરાળ આગના કારણે મોટા ભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો
વાંકાનેર નગર પાલિકા પાસે ભૂતકાળમાં બે ટેન્કર હતા જોકે હાલ બન્ને ભંગાર હાલતમાં થઇ ગયા છે તો એક ટેન્કરમાંથી કામ ચલાઉં બ્રાઉઝર બનાવ્યું હતું પણ આગનીઘટના માટે કોલ આવ્યો ત્યારે જ પાણીમાં બેસી ગયું પરિણામે વાંકાનેર પાલિકાનું ફાયર વિભાગ અને તેના સાધનો શોભાના ગઠીયા સમાન બની ગયા છે.
જિલ્લામાં ફાયરની કંગાળ હાલત કોના મોતની રાહ જોઈ રહ્યું છે
મોરબી જીલ્લાની ૪ પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં આગ જનની બનાવ માટે માત્ર મોરબી ફાયર વિભાગ જ કાર્યરત છે તે સાધનો પણ માર્યાદિત બની ગયા છે ઔધોગીક નગરી મોરબીમાં છાશવારે આગજનીની બનાવ બનતા હોવા છતાં શા માટે રાજ્ય સરકાર એક સારી ફાયર સીસ્ટમ ફાળવતી નથી શું મોરબીના સ્થાનિક નેતાગીરીનું સરકારમાં કઈ ઉપજતું નથી કે ગાંધીનગર માત્ર મંત્રી મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવા જાય છે તે એક સવાલ છે.મોરબીમાં આગજનીની કોના મોતની રાહ જોવાઈ રહી છે તેપણ એક સવાલ છે.

