HomeGujaratવાંકાનેર નજીક પેપરમિલમાં લાગેલ આગ 22 કલાક બાદ આવી કાબુમાં,આગથી...

વાંકાનેર નજીક પેપરમિલમાં લાગેલ આગ 22 કલાક બાદ આવી કાબુમાં,આગથી હવા કેટલી પ્રદુષિત થઇ જીપીસીબીએ તપાસ કરી

વાંકાનેર તાલુકાના રાતાવીરડા પાસે આવેલ દિયાન પેપરમિલમાં શુક્રવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી શરૂઆતમાં આગ સામાન્ય હોવાથી મજૂરોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ગણતરીની મીનીટમાં મોટું સ્વરૂપ લઇ લીધું હતું જેના કારણે મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શરુઆતમાં આગ કાબુ લેવા પ્રયાસ કર્યો હતો જોકે આગની સાથે પવન ફૂકાવવા લાગતા આ આગ અન્ય બે થી ત્રણ શેડમાં ફેલાઈ ગઈ હતી અને ગણતરીની મીનીટમાં આખી ફેક્ટરી આગ હવાલે ચઢી ગઈ હતી.જેના કારણે ફેકટરીમાં રહેલો કાચો માલ તૈયાર તેમજ તૈયાર પેપરના રોલ પણ ભડભડ બળવા લાગ્યા હતા આગને કાબુ મેળવવા મોરબી ઉપરાંત હળવદ, રાજકોટ, ગોંડલ, કચ્છ,અમદાવાદ જામનગર સહિતની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો રાત્રીના સમયે કાબુ મેળવ્યો હતો.જોકે શેડમાં સવારે પણ આગ ભભૂકતી હોવાથી બીજા દિવસે પણ પાણીનો મારો ચલાવ્યો હતો અને 22કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.આ ઘટનામાં દિયાન પેપર મિલમાં તમામ માલ સામાન બળીને ભસ્મીભૂત થઇ જતા ફેક્ટરીને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું . ઘટના બાદ મોરબી જીપીસીબીની અધિકારી કે બી વાઘેલા અને તેની ટીમ ઘટના પ્રદુષણ ગુણવતા ચકાસણી કરતા એમ્બીટર ક્વોલીટી મોનીટરીંગ સ્થળે દોડી ગઈ હતી અને આગના કારણે આસપાસના વિસ્તારમાં પ્રદુષણને કેટલું નુકશાન થયું તે અંગે ચકાસણી હાથ ધરી હતી અને આ અંગેનો રીપોર્ટ ગાંધીનગર રાજ્ય પ્રદુષણ નિયંત્રણ કચેરી ખાતે મોકલ્યો હતો.

(બોક્સ) આસપાસના વિસ્તારના ફેક્ટરી સંચાલકો પણ આવ્યા મદદે

પેપરમિલમાં લાગેલી આગ ગણતરીની મીનીટમાં વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું પ્રથમ ફેક્ટરીના કામદારોએ આગ ઓલાવવા પ્રયાસ કર્યો હતો જોકે કાબુમાં આવી ન હોવાથી ફાયરને જાણ કરી હતી જોકે ફાયર મોરબી શહેરથી આવતું હોવાથી લાંબો સમય લાગે તેમ હોવાથી આસપાસના ફેક્ટરી સંચાલકો પણ મદદે દોડી આવ્યા હતા અને પોતાની ફેક્ટરીમાથી પાણીના ટેન્કરથી આગ બુઝાવવા અને લોડર મશીનથી બચેલો સામાન બચાવવા પ્રયાસ કર્યો હતો.

(બોક્સ)આગ સંપૂર્ણપણે કાબુમાં આવી છે છતાં સાવચેતીના ભાગરૂપે બ્રાઉઝર અને ટેન્કર સ્ટેન્ડ બાય રાખ્યું

ફેક્ટરીમા ગઈકાલે બપોરે આગ લાગી ત્યારે અમારી ફાયરની ટીમ ઘટના સ્થળ દોડી અને બપોર સુધીમાં આગ કાબુમાં આવી ગઈ છે જોકે ફેકટરીમાં ફરીથી ઘાસ અને કાગળ હોવાથી આગની સંભાવના રહે છે.જેના કારણે ફાયરની એક બ્રાઉઝર અને ટેન્કર હાલ રાખવામાં આવ્યું છે જેથી ફરીથી નાની આગ લાગે તો તુરત કાબુમાં લઇ શકાય તેમ મોરબી ફાયર વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ હિતેષભાઈ દવે જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW