HomeGujaratલેન્ડ ગ્રેબિંગ કમિટિની બેઠકમાં 25માંથી 3 કેસમાં નોંધાશે ફરિયાદ, કલેક્ટરે આપ્યો આદેશ

લેન્ડ ગ્રેબિંગ કમિટિની બેઠકમાં 25માંથી 3 કેસમાં નોંધાશે ફરિયાદ, કલેક્ટરે આપ્યો આદેશ

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગની કમિટીની બેઠક મળી હતી. જેમાં 25 કેસો રજૂ કરાયા હતા. જે પૈકી 3 કેસોમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે રાજકોટ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યાં હતાં. જે પ્રમાણે સમિતિ સમક્ષ રજૂ કરાયેલા 25 કેસો પૈકી 14 કેસ દફ્તરે કરવામાં આવ્યાં હતાં. અને આઠ કેસો પેન્ડીંગ રખાયા હતાં.

આ બેઠકમાં પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરનવાલ, ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીના, નિવાસી કલેક્ટર કે.બી. ઠક્કર, ડીસીપી પ્રવિણકુમાર, પ્રાંત અધિકારીઓ સર્વ સંદિપ વર્મા, વિરેન્દ્ર દેસાઈ, કે.વી.બાટી સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW