HomeGujaratવાંકાનેરના સિંધાવદર નજીક પાણી પુરવઠાની લાઈનમાંથી પાણી ચોરી કરતા ખેડૂતો સામે ફરિયાદ

વાંકાનેરના સિંધાવદર નજીક પાણી પુરવઠાની લાઈનમાંથી પાણી ચોરી કરતા ખેડૂતો સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ થઇ ક્લવાડી ગામ તરફ જતી પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઈનમાં ભંગાણ કરી કેટલાક ખેડૂતો દ્વારા પાણી ચોરી કરતા હોવાથી ગામમાં પુરતું પાણી ન મળતું હોવાની ફરીયાદ ઉઠી હતી જે બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરતા સિંધાવદર ગામના સીમમાં આવેલ સર્વે નંબર 29 પૈકી 1 તેમજ સર્વે નંબર 300 પૈકી 1માં આવતા ખેડૂતો દ્વારા પાણી પુરવઠાની પાઈપલાઈનમાં મંજુરી વિના ગેરકાયદે ભંગાણ કર્યું હતુંઅને તેમાં પાઇપલાઈના જોડાણ કરી પીવાના પાણીને ગેરકાયદે ચોરી કરતા હતા અને ખેતરમાં પિયત તરીકે ઉપયોગ કરતા હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતો વિરુદ્ધવાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW