મિત્રોમાં થતી મજાકથી ક્યારેક માઠું પરિણામ જોવાનો વારો આવે છે. સુરત શહેર જાણે ક્રાઈમ કેપિટલ બન્યુ હોય એવા ઘાટ સામે આવી રહ્યા છે. ગ્રીષ્માની હત્યા બાદ હવે એક એવો કેસ સામે આવ્યો છે. જેમાં મજાક કરવામાં યુવાનનું મોત થયું છે. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને બીજા યુવાનની અશ્લીલ મજાક કરી હતી. જેના કારણે એનો જીવ ગયો હતો. સુરતના પલસાણામાં કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઈપ નાંખીને હવા ભરી દીધી હતી.
જેના કારણે કારીગરે દમ તોડ્યો છે. આ કેસમાં પોલીસે માનવવધનો ગુનો દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે. પલસાણાની એક મિલમાં 15 દિવસ પહેલા એક યુવાને મજાક મસ્તીમાં ગુદા માર્ગે હવા ભરવાનો પાઈપ યુવાનની અંદર મૂકી હવા ભરી નાંખી હતી. જે હવે પછીથી પેટમાં ભરાઈ ગઈ હતી. તેથી યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થતા પોલીસે મિત્ર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ફરહાન પાર્કમાં આવેલ સુરેશભાઈની બિલ્ડીંગમાં રહેતા મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (ઉ.વ 28. મૂળ રહે.ખીરીપૂર, યુનુમિયા ગલી, હાવડા, પ. બંગાળ) પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો.
તા.30 જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી (19) એ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપ અડાડી દીધો હતો. જેથી ગુદા માર્ગે હવા શાહબુદ્દીનના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. શાહબુદ્દીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી, પણ વધારે સારવાર માટે ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 17 ફેબ્યુઆરીના રોજ શાહબુદ્દીનનુ મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે.

