HomeGujaratCentral Gujaratઅ'વાદમાં રૂ.50 હજારથી વધારેનો મિલકતવેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ થશે, નોટિસ...

અ’વાદમાં રૂ.50 હજારથી વધારેનો મિલકતવેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ થશે, નોટિસ અપાશે

અમદાવાદ કોર્પોરેશન તરફથી રૂ.1 લાખથી વધારે રકમ મિલકત વેરા પેટે બાકી હોય એવા એકમો સામે પગલાં લેવાયા છે. મિલકત સીલ કરવા સુધીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે અમદાવાદ કોર્પોરેશને એક ટીમ તૈયાર કરી છે. અમદાવાદની રેવન્યૂ કમિટીમાં એક SOP નક્કી કરવામાં આવી છે. રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિલ વકીલે જણાવ્યું હતું કે, રૂ.1 લાખથી વધારેની રકમ મિલકત વેરા પેટે બાકી હોય એવા મિલકત ધારકોને છેલ્લી ચેતવણી નોટિસ આપવામાં આવે છે.

ત્રણ દિવસમાં જો ટેક્સની રકમ ભરવામાં નહીં આવે તો મિલકત સીલ કરી કાયદેસરના પગલાં લેવાશે. જે મિલકતો સીલ કરવામાં આવે છે. એના ફોટો પાડવામાં આવશે. રેગ્યુલર એની તપાસ થશે. જો કોઈ કરદાતા સીલ સાથે કોઈ રીતે ચેડા કરશે તો એની સામે કડક કાર્યવાહી થશે. છેલ્લા 11 દિવસમાં શહેરમાંથી રૂ.1 લાખથી વધુ રકમનો બાકી ટેક્સ હોય એવી કુલ 2751 મિલકત સીલ કરવામાં આવી છે. જ્યારે જે તે વૉર્ડ લેવલે સીલ થયેલા એકમનું રેંડમલી વેરિફિકેશન થશે. જો કોઈ અનિયમિતતા ધ્યાને આવશે તો જવાબદાર વ્યક્તિ સામે પણ પગલાં લેવાશે. હવે પછઈ 50 હજારથી વધારે બાકી મિલકત સામે સીલ કરવાની કામગીરી શરૂ થશે. જે પણ ટેક્સ પેયર્સ તરફથી હવે ટેક્સની રકમની કોઈ લેતીદેતીમાં ચેક રીટર્ન થશે તો કલમ 138 અંતર્ગત નોટિસ અપાશે. પોલીસ ફરિયાદ પણ થશે. અમદાવાદ કોર્પોરેશને જાહેર કરેલી ઈનસેન્ટિવ રીબેટ સ્કિમ દરમિયાન ટેક્સ પેયર્સને મહત્તમ વ્યાજ માફીનો લાભ મળે એવું આયોજન છે. સીલ સુધીના કડક પગલાંથી બચવા વ્યાજની રકમમાં વધુ રીબેટ મેળવવા કરદાતાઓને બાકી ટેક્સની રકમ તાકીદના ધોરણે ભરવા માટેની આપીલ કરવામાં આવે છે.

ટેક્સપેયર્સ માટે માર્ચ 2022 સુધી ઇનસેન્ટીવ રીબેટ યોજના શરૂ કરી છે. જો ટેક્સધારકો તમામ બાકી રકમ એક સાથે ભરપાઇ કરે તો તે જૂની ફોર્મ્યુલામાં બાકી વ્યાજના 100 ટકા તથા નવી ફોર્મ્યુલા એરીયર્સમાં બાકી વ્યાજમાં 55 ટકા વ્યાજમાફીનો ફાયદો લઈ શકે છે. જો એક સાથે તમામ રકમ ભરપાઇ ન કરે તો તેના 50 ટકા રકમ ડાઉનપેમેન્ટ અને બાકી 50 ટકા રકમના એડવાન્સ ચેક તા.31 માર્ચ સુધીના લઇ જે મિલકત પર સીલ લાગ્યું હશે એ ખોલી દેવાશે. બે હપ્તામાં આ રીતે ટેક્સ પેમેન્ટ કરશે તો તેઓ વ્યાજ માફીનો લાભ મેળવી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW