મોરબી જીલ્લામાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન ઘટાડો નોધાઇ રહ્યો છે છેલ્લા 2 દિવસથી જીલ્લામાં સિંગલ ડીજિટમાં કેસ નોધાઈ રહ્યા છે સોમવારે પણ માત્ર મોરબી શહેર અને ગ્રામ્યમાં 6 કેસ નોધાયા હતા. જોકે 4 તાલુકામાં એક પણ કેસ સામે આવ્યો નથી.બીજી તરફ 39 દર્દી સ્વસ્થ થયા હતા આ 39 દર્દી મોરબીમાં 31 દર્દી,૩ દર્દી ટંકારા, વાંકાનેર હળવદમાં 2-2 દર્દી,માળિયામાં એક દર્દી સ્વસ્થ થયા છે.તો હળવદ શહેરમા 53 વર્ષના આધેડ મહિલાનું મોત થયું હતું.આધેડ મહિલાને ફેફસાને લગતી બીમારી અગાઉથી હતી સાથે સાથે રસીના એક પણ ડોઝ લીધા નથી.મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં 10696 કેસ પોઝીટીવ આવ્યા છે જેમાંથી 10241 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે તો 94 દર્દીઓના મોત નીપજ્યા હતા.

