સરકારી આવાસ યોજનામાં મકાન મેળવવા પાછળની ઘેલછાનો બે ગઠિયાઓએ ખોટો લાભ ઊઠાવીને અનેક લોકો સાથે કુલ 1.51 કરોડની છેત્તરપિંડી કરી છે. અનેક એવા લોકો ઘર મળવાની આશાએ આવા શખ્સોનો શિકાર બન્યા છે. આ કેસમાં આરોપીઓએ પોતે કોર્પોરેશનનો કર્મચારી કે અધિકારી હોવાની વાત કહેતા હતા. પછી આવાસ માટે કોર્પોરેશનના ખોટા એલોટમેન્ટ લેટર અને નોટિસ આપીને લોકોને છેત્તરતા હતા.
ઘણા લોકોએ ઘર મેળશે એવા વિશ્વાસ સાથે આ લોકોને પૈસા આપ્યા હતા. પૈસા આપવા છતાં પણ મકાન ન ફાળવાતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ પછી પોલીસે સમગ્ર કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. આ કેસમાં પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. રખિયાલના અજિત મિલ ખાતે ચાર માળીયા ગરીબ આવાસ યોજનાના ખાલી ફ્લેટ સસ્તામાં વેચવા મહોમ્મદ ફૈઝ અને દુર્ગા ગૌસ્વામીએ પોતે અમદાવાદ કોર્પોરેશનના અધિકારી હોવાની ઓળખ આપી હતી. પછી સસ્તામાં મકાન આપી દેવાનો વાયદો કર્યો હતો. આ લાલચમાં ઘણા લોકોએ પૈસા રોક્યા હતા. જ્યારે આ બંને ભેજાબાજોએ લોકો પાસેથી 4થી 5 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે આવાસની નોટિસ અને એલોટમેન્ટ લેટર સહિતની પહોંચ પણ આપી હતી. પણ આ પહોંચ બિલકુલ સાચી ન હતી. જે મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. જે ફરિયાદના આધારે પોલીસ ટુકડીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, મામલો બીજો છે. કોર્પોરેશનના અધિકારીની ઓળખ આપનાર વ્યક્તિ હકિકતમાં અધિકારી છે જ નહીં. તેણે નકલી પહોંચી આપીને છેત્તરપિંડી કરી. આ મામલે પોલીસે નાઝિયા અંસારી, મહોમ્મદ શરીફ સૈયદ, દુર્ગા ગૌસ્વામી તથા મુખ્ય આરોપી ફૈઝ શેખની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, આવાસ યોજનાનાા મકાનમાં કેટલાક લોકો ખોટી રીતે રેતાત હતા. જેમના ઘર ખાલી કરાવવા માટે આ શખ્સો કાવતરૂ ઘડતા. પછી ઘર ખાલી કરાવીને આ છેત્તરપિંડી કરતા હતા. આ મુદ્દે બે જુદી જુદી ફરિયાદ થઈ છે. એ અંગે પોલીસ તપાસ હજું ચાલું છે. જોકે, આ પહેલો એવો કેસ નથી આ પહેલા પણ રાજકોટમાંથી આ રીતે આવાસમાં મકાનની લાલચ આપીને છેત્તરપિંડી કરતા ઝડપાયા છે.

