હળવદ પંથકમાં દર વર્ષે કેનાલમાં ગાબડા પડવા તેમજ યોગ્ય સફાઈના અભાવે અવારનવાર કેનાલના પાણી ખેતરમાં ફરી જવાની અને ઉભા પાકને મોટા પાયે નુકશાન થવાની ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે આજે પણ હળવદ તાલુકાના જુના અમરાપર ગામ નજીકથી પસાર થતીચાડધરા માઇનોર ડી 19 કેનાલમાં સફાઇ ન થવાના કારણે આજે સવારે પાણી ઓવર ફ્લો થઈ આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતા જેમાં ઈશ્વરભાઈ ગોરધનભાઈ નામના ખેડૂતના 10 વિઘા જીરુંના પાકમાં પાણી ફરી વળ્યાં હતા એ અંગે ખેડૂતોને જાણ થતાં ખેડૂતો પાણી બહાર કાઢી પોતાનો પાક બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

