HomeGujaratમોરબી જિલ્લામાં 15.89 લાખ વેકસીનના ડોઝ અપાયા,પ્રિકોશન ડોઝ લેવામાં હજુ ઢીલ

મોરબી જિલ્લામાં 15.89 લાખ વેકસીનના ડોઝ અપાયા,પ્રિકોશન ડોઝ લેવામાં હજુ ઢીલ

કોરોનાં મહામારીએ દેશ વિદેશમાં ભારે તબાહી મચાવી છે જેમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હતો બહુ મોટી સંખ્યામાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે.ધીમે ધીમે કોરોના મહામારી શાંત પડી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.અને આ કોરોના પર વિજય મળવાનો સૌથી મોટો શ્રેય વેકસીનને જાય છે કારણ કે છેલ્લા 2થી3 મહિનામાં જે ઝડપથી કેસ વધી રહ્યા હતા તે મુજબ જો લોકોને વેકસીનના ડોઝ ન મળ્યા હોત તો બીજી લહેર કરતા પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે તેમ હતી જોકે દેશભરમાં ચાલેલ ઝડપી વેકસીન અભિયાનના કારણે આ મુસીબત ઘણા ખરેઅંશે ઘટી ચુકી છે દેશભરમાં આજ સુધીમાં 172 કરોડ જેટલા વેકસીન ડોઝ અપાયા છે. જેમાં 95.76 કરોડ પ્રથમ જ્યારે 75.25 કરોડ બીજો ડોઝ તેમજ 1.63 કરોડ પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરીએ તો 10.08 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે જેમાં 5.17 કરોડ પ્રથમ,4.73 કરોડ બીજો જ્યારે 17.77 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લાની વાત કરીએ તો આજ દિન સુધીમાં મોરબી જિલ્લામાં 15.89 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. કેટેગરી મુજબ જોઈએ તો 15થી 17 વર્ષના 58,273 બાળકોની સામે 51,714 બાળકોને પ્રથમ જ્યારે 27,917 બાળકોને બીજો ડોઝ મળી ચુક્યો છે. ટકાવરી મુજબ 88.07 ટકા જેટલું વેકસીન થઈ ચૂક્યું છે. આજ રીતે 45થી વયના 2,38,881 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 18થી 44 વયના 4,70,032 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
પ્રિકોશન ડોઝની વાત કરીએ તો આ માટે 27,053 આજની સ્થિતિમાં લાયક હતા જેમાથી 16,516 લોકોએ વેકસીન લીધી છે.મોરબી જિલ્લામાં સમયાંતરે યોજાયેલા વેકસીન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને વેકસીન આપવામાં આવી હતી જેના કારણે અન્ય જિલ્લાની સરખામણીમાં વેકસીન કામગીરી ખૂબ ઝડપી અને અસર કારક જોવા મળી હોવાના આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

(બોક્સ)જિલ્લામાં પ્રિકોશન ડોઝ લેનારની સંખ્યા ઘટી છે
મોરબી જિલ્લામાં વેકસીન કામગીરી શરૂઆતથી અસરકારક રહી છે જેના કારણે વેકસીન લેવા આવતા લોકોને ખૂબ ઓછા કેસમાં મુશ્કેલી સામનો કરવો પડ્યો છે. હાલ મોટા ભાગના સેન્ટરમાં વેકસીન સ્ટોક પડ્યો છે જોકે વેકસીન લેનાર સંખ્યા ઓછી છે ખાસ કરીને પ્રિકોશન ડોઝ લેનારની સંખ્યા ઘટી છે.આજની સ્થિતિમાં 27,053 લોકોની સરખામણીમાં 16,516 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. જ્યારે 10,537 લોકો પ્રિકોશન ડોઝ લેવા નથી આવ્યા. જપ્રિકોશન ડોઝ મુખ્યત્વે હેલ્થ વર્કર,ફ્રન્ટલાઈન વર્કર તેમજ 60 વર્ષથી મોટી વયના કો ઓરબીટ દર્દીઓ જેમને બીજો ડોઝ લીધો હોય અને તેનો સમય 9 મહિના થઈ ગયો હોય તેવા લોકોએ ડોઝ લેવાની જરૂર છે. આ કેટેગરીમાં આવતા લોકો પોતાનો ડોઝ મેળવી લે તેવી અપીલ ડો.વિપુલ કારોલિયા વેકસીન પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW