HomeGujaratમોરબીના જોધપરમાં ૫ વર્ષ પહેલા થયેલ હત્યા પ્રકરણમાં વધુ 2 આરોપી...

મોરબીના જોધપરમાં ૫ વર્ષ પહેલા થયેલ હત્યા પ્રકરણમાં વધુ 2 આરોપી ઝડપાયા

મોરબીના જોધપર ગામમાં ૫ વર્ષ પહેલા થયેલ યુવકની હત્યા પ્રકરણમાં એક આરોપી જયેશ ચમન રંગાડીયા ઝડપાયા બાદ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેની પૂછપરછ કરતા વધુ બે આરોપીના નામ પણ ખુલ્યા હતા.જયેશે રીક્ષાના પૈસાની લેતી દેતી મુદે જયેશે તેના અન્ય બે મિત્ર પ્રવીણ નારણ કણજારીયા,તેમજ મુકેશભાઈ મનસુખ ડાભીએ સાથે મળી ત્રણેય જમ્પરના પાઈપનો ઘા ઝીકી હત્યા કરી દીધી હતી તેમજ પેટ્રોલ છાટી મૃતદેહને આગ હવાલે કરી હતી આ આરોપી જયેશની કબુલાત આધારે એસઓજીની ટીમે ફરાર આરોપી પ્રવીણ નારણ કણજારીયા,તેમજ મુકેશભાઈ મનસુખ ડાભીને ઝડપી લીધા હતા તેમના વિરુદ્ધ હત્યા હત્તેયાનું કાવતરું રચવાં તેમજ પુરાવા નાશ કરવા સહિતના ગુનાની નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW