HomeGujaratમોરબીના રણછોડનગરમાં સમસ્યા યથાવત,પાલિકા-પંચાયતની એક-બીજા પર ખો સ્થાનિક બેહાલ

મોરબીના રણછોડનગરમાં સમસ્યા યથાવત,પાલિકા-પંચાયતની એક-બીજા પર ખો સ્થાનિક બેહાલ

ગત નગરપાલિકા ચુંટણી પહેલા મોરબી પાલિકા વિસ્તારમાંથી અમરેલી ગ્રામ પંચાયત સ્વતંત્ર થઇ હતી.અને જે તે સમયે પાલિકા દ્વારા ગ્રામ પંચાયતના સર્વે નંબરમાં આવતા રણછોડનગર અને આસપાસના વિસ્તાર પણ ગ્રામ પંચાયતને સોપી દીધા હતા. અગાઉ પાલિકાના વોર્ડમાં આવતું હોવાથી ભૂગર્ભ ગટર રોડ તેમજ અન્ય સુવિધાઓ મળતી હતી. જોકે પાલિકામાંથી અલગ થઇ જતા પાલિકા દ્વારા સુવિધાઓ આપવાની નાં પાડી દીધી છે

બીજી તરફ ગ્રામ પંચાયત પણ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપતી નથી જેના કારણે મોરબી શહેરને અડીને આવેલા રણછોડનગર વિસ્તારની હાલત ન ઘરના કે ન ઘાટના તેવી થઇ ચુકી છે.આ વિસ્તારમાં રોડ પાણી ભૂગર્ભ ગટરની સમસ્યાએ માથું ઉચક્યું છે અહી ભૂગર્ભ ગટરની સફાઈ ન થવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા પર અહી ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા બીમારીએ પણ માથું ઉચક્યું છે.
જયારે ગ્રામ પંચાયત કે નગરપાલિકા આ સ્થાનિકોને તરછોડી દેતા રણછોડનગર વિસ્તારની સમસ્યા સાંભળવા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજય ભટ્ટાસણા મોરબી જિલ્લા મહામંત્રી છગન કાનાણી,આપ શહેર યુવા મોરચા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલા,મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ સહિતનાકાર્યકરો પહોચ્યા હતા અને તેમના વિસ્તારમાં સમસ્યાના ઉકેલ માટે પાલિકા ગ્રામ પંચાયત તેમજ તમામ સરકારી કચેરીમાં તેમના વતી રજૂઆત કરી ઉકેલ લાવવાં પ્રયાસ કરશે તેવી સાંત્વના પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW