HomeGujaratCentral Gujaratઅમદાવાદના ગોતામાં આવેલા AMCના પાર્કિંગમાં આગ, વાહનો બળીને ખાખ

અમદાવાદના ગોતામાં આવેલા AMCના પાર્કિંગમાં આગ, વાહનો બળીને ખાખ

અમદાવાદમાં આાવેલા ગોતા વિસ્તારમાં આવેલા અમદાવાદ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં એકાએક આગ લાગતા કુલ 36 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. રાજ્યના ઘણા શહેરમાં રસ્તા પર જતા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી વખત સામે આવી ચૂકી છે. આ ઘટનામાં રસ્તા પર જતા વાહનમાં નહીં પણ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી.
36 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

અમદાવાદદ મહાનગરપાલિકા સંચાલિત પાર્કિંગમાં વાહનમાં આગ લગાતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પોલીસ કાફલો પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરના જવાનોએ આગને ઠારી લીધા બાદ આગ લાગવાનું કારણ શું એ જાણવા માટે પ્રયાસ કર્યા છે. રીપોર્ટ અનુસાર ગોતામાં મહાનગરપાલિકાનો પાર્કિંગ પ્લોટ આવેલો છે. આ પાર્કિંગ પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો તેમના વાહન પાર્ક કરવા માટે આવે છે.

તા.11 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાના પાર્કિંગ પ્લોટમાં કોઈ કારણોસર એકાએક આગ ભભુકી ઊઠતા નાસભાગ મચી ગઈ હતી. પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાહનોની સીટ અને પેટ્રોલને કારણે આગ વધારે વકરી હોવાનું મનાય રહ્યું છે. ગણતરીના સમયમાં જ 36 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી જતા ખાખ થઈ ગયા હતા. સમગ્ર પ્લોટમાં કાળા ધુમાડાં દૂર દૂરથી જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને કઠિન મહેનત બાદ વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ આગની આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. પાર્કિંગમાં વાહનોમાં લાગેલી આગની ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW