વનવિભાગ દ્વારા વન રક્ષકની ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. વર્ગ-3ના કર્મીઓની વન રક્ષકની ભરતી 27 માર્ચના રોજ લેવાશે. વર્ષ 2018થી વિવિધ કારણોસર વન રક્ષકની ભરતી થતી ન હતી. 2018થી 334 જેટલી ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે હવે રાજ્ય સરકાર પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.

રાજ્ય સરકારના વનમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, નવી ભરતીઓને લઈને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ વધુ લાંબો સમય નહીં લેવામાં આવે. ટૂંક સમયમાં વન રક્ષકની 334 જેટલી ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઈને આ મોકુફ રહેલી ભરતી પ્રક્રિયા 27 માર્ચના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. 2018ની ભરતી પ્રક્રિયામાં જે પણ અરજદારોએ અરજી કરી હશે તેને માન્ય રાખવામાં આવશે.

