મોરબી તાલુકાના ભડિયાદ ગામમાં આવેલ બૌધનગર વિસ્તારમાં હાલ 300થી પરિવાર વસવાટ કરે છે.દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં જવા પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.વિસ્તાર બન્યા બાદ પ્રથમવાર આ વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંર્તગત રૂ 93.13લાખના ખર્ચે 1200 મીટરનો રોડ મંજુર કરવામાં આવ્યો છે.

ત્યારે ગુરુવારના રોજ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આ રોડનું આજે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. બ્રિજેશ મેરજાએ રોડ કામ માટે પૂજા અર્ચના કર્યા બાદ તકતી અનાવરણ કર્યું હતું આ તકે મોરબી જિલ્લા ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયા,આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન પારધી, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, બૌધનગરના આગેવાન ગોપાલભાઈ સોલંકી,ભીખાભાઈ તેમજ સોસાયટી વિસ્તારમા રહેતાં લોકો હાજર રહ્યા હતા

આ વિસ્તારમાં વર્ષોથી જર્જરિત રોડ હોવાથી સ્થાનિક આગેવાન ગોપાલભાઈ સોલંકી સહિતના સ્થાનિક આગેવાનોએ મંત્રી બ્રિજેશમેરજા ,જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતના આગેવાનો સમક્ષ અનેક રજુઆત કરી હતી.

