Sunday, July 7, 2024
HomeGujaratઠેકડા મારીને બાઈક ચલાવતા કાકાને ઓળખો છો?ગ્રામ્ય પંથકના...

ઠેકડા મારીને બાઈક ચલાવતા કાકાને ઓળખો છો?ગ્રામ્ય પંથકના…

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા બધા વીડિયો વાયરલ થાય છે. પણ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક કાકા ચાલું બાઈક પર સ્ટંટ કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં દસ લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયાના બાકીના પ્લેટફોર્મ પર આ વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યો છે. તો જાણીએ આ કાકાને કે કોણ છે અને કેવી રીતે આવા સ્ટંટ કરે છે.

બાઈક પર સ્ટંટ કરતા કાકાનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ કાકા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના રહેવાસી છે. 63 વર્ષના મૂળજીભાઈ નાડોદા આમ તો રાજપુત સમાજમાંથી આવી છે. જે ખેડૂત છે અને ખેતિકામ કરે છે. ત્રણ વર્ષ પહેલા આ રીતે બાઈક સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતુ. સરપંચની ચૂંટણી વખતે જ્યારે તેઓ સલીથી પાટડી તરફ જઈ રહ્યા હતા એ વખતે પહેલી વખત બાઈક સ્ટંટ કર્યા હતા. એ દિવસથી અત્યાર સુધી જ્યારે પણ તેઓ બાઈક પર જવા માટે ઘરની બહાર નીકળે છે ત્યારે બાઈક પર સ્ટંટ કરતા રહે છે. એક વખત પત્નીને સાથે બેસાડીને પણ બાઈક પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. એ વખતે તેઓ પીપળીધામ ગયા હતા. એક દિવસ જ્યારે તેઓ બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. એનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. કોઈએ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી છે તો કોઈએ યુટ્યુબ પર મૂકી દીધો છે. બીજા પણ ઘણા સોશિયલ મીડિયા પર આ વીડિયો લાખો વખત જોવાઈ ચૂક્યો છે. મૂળજીભાઈ ચાલું બાઈકે હાથ ઊંચા કરીને કુદકા મારે છે. બાઈકની પાછળની સીટ પર સૂઈ જાય છે. રસ્તામાં સ્પીડ બ્રેકર આવે કે ખાડો આવે તો પણ બાઈક સરળતાથી હંકારી શકે છે. સામેથી કોઈ વાહન આવે તો પણ તે બાઈક ચલાવી શકે છે. જે બાજુ હાથનો ઈશારો કરે એ બાજું બાઈક ટર્ન થાય છે.

સારી વાત એ છે કે અત્યાર સુધી એમને કોઈ પ્રકારનો અકસ્માત નડ્યો નથી. પણ આજના યુવાનોને તે અપીલ કરી છે આવા જોખમી સ્ટંટ ન કરતા. આવા જોખમી સ્ટંટનું કોઈ માધ્યમ સમર્થન કરતું નથી. આમ તો દરરોજ ઘણા વીડિયો વાયરલ થાય છે. પણ ગ્રામ્ય પંથકના આ કાકા કોણ એ જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. એવા હેતુથી જ આ વિગત જાહેર કરવામાં આવી છે. જોકે, આવા બાઈક સ્ટંટને કારણે ઘણી વખત માઠા પરિણામ ભોગવવાનો વારો આવે છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW