અમદાવાદ હળવદ હાઇવે પર નવા ધનાળા ગામ પાસે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ તરફ જઈ રહેલ કારને ટ્રેલરે જોરદાર ટક્કર મારતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 5 લોકોમાંથી બે મહિલા અને એક પુરુષનું મોત નિપજ્યું હતું.જ્યારે 2 લોકોને ઇજા પહોંચી હતી.

બનાવની જાણ થતાં હળવદ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને હળવદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બનાવને પગલે હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કાર મુંબઈથી કચ્છના રાપર તાલુકાના બેસલપુર જઈ રહી હોવાનું સામે આવ્યું હતું.
મૃતક નામ
સામું બેન વસ્તાભાઈ પટેલ(ઉ.વ.64)
મોંઘીબેન માનાંભાઈ પટેલ
રમેશભાઈ વસ્તાભાઈ પટેલ
ઈજાગ્રસ્ત
ઋત્વિકભાઇ માનાભાઈ પટેલ
વસ્તારામ ભાઈ નારણ ભાઈ પટેલ

