HomeGujaratCentral Gujaratકિશન ભરવાડ હત્યા કેસમાં ATSનો મોટો ખુલાસો, મૌલવીના ખાતામાં રૂ.11 લાખનું ફંડિંગ...

કિશન ભરવાડ હત્યા કેસમાં ATSનો મોટો ખુલાસો, મૌલવીના ખાતામાં રૂ.11 લાખનું ફંડિંગ કરનાર કોણ?

જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં ગોળી મારીને કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસનો નવો ખુલાસા આ કેસમાં સામે આવ્યો છે. કટ્ટરપંથી વિચાર ધારા ધરાવતો દિલ્હીના મૌલવીની પૂછપરછ ATS તરથી કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસએ તપાસમાં નવા ખુલાસો કર્યો છે. કમરગની ઉસ્માનીના બેન્ક ખાતામાંથી રૂ.11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા હતા. પૈસા ક્યાંથી આવ્યા અને કોને મોકલ્યા એની તપાસ કરવા માટે ઈડી તપાસમાં જોડાશે. આમાં કોણ આવી સંસ્થાને ફંડિંગ કરે છે એ શંકાના દાયરામાં છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલવીને મહત્વનો ભેજા બાજ માનવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, તેમાં રૂ.11 લાખથી વધુ રૂપિયા હતા અને તેમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ખુલાસા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો તેના વકીલને પણ 1.50 લાખ એમાંથી આપ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW