HomeGujaratમોરબી જીલ્લામાં મંગળવારે કોરોનાના 21 કેસ, માળિયાના દર્દીનુ કોરોનાથી મોત,

મોરબી જીલ્લામાં મંગળવારે કોરોનાના 21 કેસ, માળિયાના દર્દીનુ કોરોનાથી મોત,

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસમાં દિન પ્રતિદિન ઘટાડો આવ્યો છે ત્યારે મંગળવારે મોરબી જિલ્લામાં 1242 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 21 કેસ પોઝિટિવ આવ્યા હતા.આ 21 કેસમાં મોરબી શહેરમાં 15 અને ગ્રામ્યમાં 03 કેસ નોંધાયા હતા.વાંકાનેર ગ્રામ્યમાં 01,ટંકારામાં 4,હળવદમાં 1 જોકે માળિયા એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો.જોકે માળીયામાં 54 વર્ષના આધેડનું કોરોનાથી મોત થયું હતું આધેડને કોઈ અન્ય બીમારી સામે નથી આવી સાથે સાથે મૃતકે વેકસીનના એક પણ ડોઝ લીધા ન હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ મંગળવારે 114 દર્દી સ્વસ્થ થયા હતા.આ 114 દર્દીમાં મોરબીના 96 ,માળિયાના 02 અને હળવદમાં 04 ટંકારામાં 08 અને વાંકાનેરમાં 04 દર્દી સ્વસ્થ થયા છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 10610 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 9899 દર્દી કોરોનાંને મ્હાત આપી સ્વસ્થ્ય થયા હતા જ્યારે 92 દર્દીઓના મોત થયા હતા તો 365 દર્દી હજુ કોરોના પોઝિટિવ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW