HomeGujaratમોરબીમાં સોમવારે કોરોનાના નવા 38 કેસ એક્ટીવ કેસ માત્ર 459 રહ્યા

મોરબીમાં સોમવારે કોરોનાના નવા 38 કેસ એક્ટીવ કેસ માત્ર 459 રહ્યા

મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ધીમી પડતા કોરોનાના કેસમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે ત્યારે સોમવારે પણ નવા કેસમાં ઘટાડો દેખાયો નોધાયો હતો મોરબી જિલ્લામાં સોમવારે 1238 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 38 કેસ પોઝિટિવ આવ્યા હતા.આ 38 કેસમાં મોરબી શહેરમાં 24 અને ગ્રામ્યમાં 06 કેસ નોંધાયા હતા.વાંકાનેર ગ્રામ્યમાં 02,ટંકારમાં 3,હળવદમાં 2 અને માળિયા માં 1 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં બીજી તરફ 135 દર્દી સ્વસ્થ થયા હતા.આ 135 દર્દીમાં મોરબીના 101,માળિયાના 10 અને હળવદમાં 04 ટંકારામાં 10 અને વાંકાનેરમાં 10 દર્દી સ્વસ્થ થયા છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 10589 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 9785 દર્દી કોરોનાંને મ્હાત આપી સ્વસ્થ્ય થયા હતા જ્યારે 91 દર્દીઓના મોત થયા હતા તો 459 દર્દી હજુ કોરોના પોઝિટિવ છે. મોરબી જિલ્લામાં સોમવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું ન હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW