HomeGujaratમોરબીમાં તાલુકા પોલીસે બોલેરો કારનો પીછો કરી 16 જેટલા પશુઓ છોડાવ્યા

મોરબીમાં તાલુકા પોલીસે બોલેરો કારનો પીછો કરી 16 જેટલા પશુઓ છોડાવ્યા

રાજકોટ કંડલા હાઈવે પર ક્રુરતાથી પાડા અને પાડી ભરીને કતલખાને લઇ જતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને મોરબીના અમરેલી ગામ નજીક બાયપાસ વિસ્તારમાં તાલુકા પોલીસે જીજે 12 બીવી 3700 નંબરની બોલેરોનો પીછો કર્યો હતો અને કારમાંથી ક્રૂર રીતે ભરી 15 જેટલા જીવતા પાડા તથા તેમજ એક જીવતી પાડી એમ કુલ 16 જેટલા પકડી પાડ્યા હતા આ ઉપરાંત કારમાંથી એક છરો પણ પકડી પાડ્યો હતો જે બાદ પોલીસે બે શખસની ધરપકડ કરી હતી જેમની પુછપરછ કરતા એકનુ નામ અલીશા હુસેનશા શેખ અને અંજારમાં રહેતા હોવાનું અને ડ્રાઈવિંગ કરતા હોવાનું જણાવ્યું હતું તો બીજા એક શખ્સનું નામ અલીભાઇ કાસમભાઇ કટારીયાઅને રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ-11(1)(ડી), (ઇ), (એફ), (એચ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે, છરી,બોલેરો કાર સહીત રૂ 3.66 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW