મોડાસાની એક પ્રાયવેટ સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા મામલો ગરમાયો છે. ધો.11 સાયન્સના 50 વિદ્યાર્થીઓને શિક્ષક તરફથી તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓના શરીર પર સોળ ઊઠી ગઈ હતી. એક સાથે 50 વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

અરવલ્લીના ચાણક્ય વિદ્યાલયમાં આ ઘટના બની છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓએ ઘરે આવીને પોતાના શરીરે થયેલી ઈજા વાલીઓને દેખાડી હતી. જે જોઈને વાલીઓ પણ ટોંકી ગયા હતા. શિક્ષકના આવા તાલિબાની કૃત્યને લઈને ચકચાર મચી જવા પામી છે.આ મામલે વિદ્યાર્થીઓએ એવા આક્ષેપ કર્યા હતા કે, શાળા સંચાલક તરફથી આ પહેલા પણ આવી રીતે માર મારવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે, આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી હોવાના વાવડ મળ્યા છે.
પહેલા કહેવાતું હતું કે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ કહેવતને શિક્ષકો આજે પણ ઝકડી રાખીને શિક્ષણના નિયમોને નેવે મુકી, વિદ્યાર્થીઓ પર ઝૂલ્મ કરતા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આ વચ્ચે મોડાસાની ચાણક્ય સ્કૂલમાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓના નિશાનો ઉપસી આવ્યા છે.મોડાસામાં શિક્ષણના નિયમોને નેવે મુકતી શાળાની ઘટના સામે આવી છે. મોડાસાની ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતને લઇને વિદ્યાર્થીઓને માર મરાતા વિદ્યાર્થીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે,, જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી પ્રગટી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નોટ જેવી સામાન્ય બાબતને લઇને પચાસ જેટલા વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી દેવામાં આવી છે,, અરવલ્લી જિલ્લાની ખાનગી શાળાઓમાં આ પ્રકારની ઘટનાથી વાલી આલમમાં ભારે રોષ જોવા મળી રોષ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટનાને પગલે સ્પષ્ટ થાય છે કે, ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના તમામ નિયમોને ગોળીને પી ગયા છે.વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શાળાના શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, એટલું જ નહીં શિક્ષક કહેતા હતા કે, તમારો વીમો કરાવી લે જો હું કલેક્ટરથી પણ ડરતો નથી. આમ કહીને પચાસ જેટલા વિદ્યાર્થીઓ પર શિક્ષક તૂટી પડ્યો અને ઢોર માર મારી પોતાની હિંમત વિદ્યાર્થીઓને બતાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગ્યું.બીજુ બાજુ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે, તેમના દીકરાને આ પહેલા પણ સજા આપવામાં આવી હતી, તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે, તેમના દીકરાને જાળી પર માથુ ભીટકાવ્યું હતું, જેને લઇને સિટી સ્કેન પણ કરાવવાનો વારો આવ્યો હતો.
હવે ફરીથી તેમના દીકરાને આ જ રીતે ઢોર માર મારવામાં આવ્યો છે.શિક્ષણના નિયમો સરકારે ભલે કડક બનાવ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ આ નિયમો પાલન કરાવવામાં સંપૂર્ણપણે વ્યર્થ ગયું છે. ખાનગી શાળાઓમાંથી શિક્ષણ વિભાગને મલાઈમાં જ રસ હોય તેવી પણ શિક્ષણવિદોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

