HomeGujaratકેન્દ્રના બજેટમાં મોરબીના ઉધોગને કોઈ સીધી રાહત નહિ,પ્રોત્સાહક નીતિની આશા પણ ફળી...

કેન્દ્રના બજેટમાં મોરબીના ઉધોગને કોઈ સીધી રાહત નહિ,પ્રોત્સાહક નીતિની આશા પણ ફળી નહિ

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે દેશની અર્થ વ્યવસ્થા સાવ તળિયે જતી રહી છે.નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષમતા હાલ તળીયે છે.મોરબીના સીરામીક, પેપરમિલ, ઘડિયાળ ગીફ્ટ આર્ટિકલ, ઈમિટેશન,પેકેજીંગ,વૂડન પ્લાયવુડ પેપર ડેકોટરેટિવ લેમીનેટ સીટ,સહિતની અનેક નાની મોટી ફેકટરીઓ આવેલ છે. આ ઉધોગનું મોટા પાયે કાચું રોમોટરીયલ કે મશીનરીનું ઈમ્પોર્ટ હોય છે તેમજ તૈયાર માલનું ભારતમાં વેચાણ થવાની સાથે સાથે વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.

મોરબી જેવા ઔધોગિક શહેરમાં કેન્દ્ર અને રાજ્યનું બેજેટ ખૂબ મોટા પાયે અસર કરે છે.આજે જાહેર થયેલ કેન્દ્રીય બજેટ પર ઉધોગકારોને નજર હતી.કેન્દ્ર સરકાર દ્વારા અલગ ક્ષેત્રના વિકાસ માટે અનેક જાહેરાત કરવામાં આવી હતી.જોકે નાના અને મધ્યમ પ્રકારના ઉધોગને સીધો ફાયદો થાય તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ખાસ કરીને મોટા ભાગના ઉધોગને અલગ અલગ પ્રોડક્ટમાં જીએસટીના સ્લેબ ઘટાડો તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉંચો હોવાથી પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવાની આશા હતી.

(બોક્સ) સીરામીકને સીધો ફાયદો નથી પણ આવાસ યોજનાની જાહેરાતથી આડકતરો ફાયદો થશે
કેન્દ્રના બજેટમાં સીરામીક ઉધોગને સીધો ફાયદો થાય તેવી જાહેરાત નથી પણ લાંબા ગાળે ઉધોગને ફાયદો થાય તેવી કેટલીક જાહેરાત થઈ છે.જેમાં મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ્રેશન અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેલવેની મદદથી એક રાજયમાથી બીજા રાજ્યમાં ટ્રાન્સપોર્ટ સસ્તું થસે. ઉપરાંત મોરબીના સીરામીક ઉધોગ માટે ઉપયોગી એવા કોલ ગેસને કોમન ફેસિલિટીમાં લેવાની પણ જાહેરાત કરી છે જો બન્ને પાઈલોટ પ્રોજેકટ મોરબીથી શરૂ થાય તો મોરબીના ઉધોગને મોટી અને લાંબા ગાળાનો ફાયદો થઇ શકે છે. તેમ સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું

(બોક્સ)આ બજેટ નાના ઉધોગ માટે નહિ નફો નહિ નુકશાન જેવુ છે.
કોરોના મહામારીના કારણે બે વર્ષથી ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉધોગ ખૂબ કઠીન સ્થિતિમાં છે. અમારી માંગણી ગિફ્ટ અને ઘડિયાળમાં લાગતી જીએસટી 18 ટકાને બદલે 12 ટકા કરવાની હતી જૉ તેમ થયુ હોત તો હાલ આ ઉધોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યું છે તેને ફાયદો થઈ શકે તેમ હતો જોકે કેન્દ્ર સરકાર દ્વારા એક પણ પ્રોડક્ટમાં હાલ જીએસટી સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી આ સીવાય નાના કે મધ્યમ ઉધોગને સીધો કોઈ ફાયદો થાય તેવી જાહેરાત ન હોવાથી હાલ અમારા ઉધોગ માટે નહીં નફો નહિ નુકશાન જેવું બજેટ છે.તેમ ઘડિયાળ એન ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરિંગ એસો પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW