HomeGujaratવાંકાનેરમાં સોશ્યલ મીડિયામાં સ્ટેટ્સ મુકવા બાબતે બોલાચાલી,પોલીસે 2 શખ્સની કરી અટકાયત

વાંકાનેરમાં સોશ્યલ મીડિયામાં સ્ટેટ્સ મુકવા બાબતે બોલાચાલી,પોલીસે 2 શખ્સની કરી અટકાયત

અમદાવાદ જીલ્લાના ધંધુકામાં હત્યાનો બનાવ બાદ રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે જોકે તેની આડમાં કેટલાક અસામાજિક તત્વો મોરબી જિલ્લામાં પણ વાતાવરણ બગાડવાના પ્રયત્નો ન કરે તે માટે પોલીસ અધીક્ષક એસ આર ઓડેદરા ની સુચનાથી જિલ્લા ભરમાં પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગ કડક કરી દેવાયું છે.ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં સીટી પોલીસની ટીમ પ્રેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને સુચના મળી હતી કે અમદાવાદ જીલ્લા ના ધંધુકા મુકામે હત્યા નો બનાવ બનેલ છે જે બનાવ બાબતે અમુક આવારા તત્વો દવારા જાહેરસુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેરશાંતી ને ડહોળવાનો પ્રયાસ કરી રરહ્યા હોવાનું ધ્યાને આવતા તુરત તપાસ કરી હતી જેમાં જાણવા મળેલ કે નવાપરા એક સમાજ ના છોકરો તથા મીલપ્લોટમાં બીજી કોમના છોકરા વચ્ચે ઇન્ટ્રાગ્રામ માં સ્ટેટસ મુકવા બાબતે બોલાયાલી થયેલ જે બાબતે ફરીયાદી તેમજ સામાવાળા ને શોધી કાઢી સાચી હકીકત જાણી ને સામાવાળા વિરૂધ્ધ કાયદેસર ની પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં સુલેહશાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરી બે શખ્સની અટકાયત કરી હતી.

હાલની પરીસ્થતિ ને ધ્યાન માં રાખી ને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લા ના તમામ પોલીસ સ્ટેશન ધ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર અલગ-અલગ ટીમો બનાવીને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત બાજનજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવૃતિ કરતા માલુમ પડશે તો તેઓ ના વિરૂધ્ધ કડક માં કડક કાયદેસર ની કાર્યવાહીની પણ તાકીદ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW