HomeGujaratહળવદમાં વર્ષો જુના તળાવમાં કોન્ટ્રાક્ટરે કર્યું દબાણ,કાર્યવાહી કરવા માંગ

હળવદમાં વર્ષો જુના તળાવમાં કોન્ટ્રાક્ટરે કર્યું દબાણ,કાર્યવાહી કરવા માંગ

હળવદ શહેરના સરા રોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવ આવેલ છે. જેમાં સ્થાનિક કોન્ટ્રાક્ટર સી.સી રોડના તેમજ અન્ય બાંધકામનો કચરો નાખી તળાવ બુરવામાં આવી રહ્યું છે. અને તેના પર ગેરકાયદે દબાણ કરી બિનઅધિકૃત રીતે કબ્જો કરવામા આવી રહયો છે. આ બાબતે દોઢ મહિના પહેલાં પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા દબાણ કરનાર કોન્ટ્રાકટરનું મનોબળ મજબૂત થઈ રહ્યું છે.


હળવદમાં આ તળાવ નગરપાલિકાની જાહેર મિલકત છે. તેની જાળવણી કરવી અને તેને ચોખ્ખું રાખવાની પાલિકાની ફરજ છે. સરકાર દ્વારા અનેક શહેર તળાવના બ્યુટીફિકેશન માટે ખર્ચ કરવામાં આવે છે. જ્યારે હળવદમાં તેના પર ગંદકીન ગંજ ખડકાઈ રહ્યા છે. આ બાબતે સામાજિક કાર્યકર જીતેન્દ્રભાઈ રાઠોડે ફરીવાર ચીફ ઓફિસરને પત્ર લખી આ તળાવમાં જે કોન્ટ્રકટર દ્વારા ગેરકાયદે બુરાણ અને કબજો દૂર કરાવવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જવાબદાર સામે પગલાં લેવા માગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW