HomeGujaratધંધૂકાના મર્ડર કેસમાં હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, આંક 7 ઉપર...

ધંધૂકાના મર્ડર કેસમાં હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, આંક 7 ઉપર પહોંચ્યો

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે ઢસાથી વધુ એક આરોપીની ધરપકડ કરીને એટીએસને સોંપ્યો છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના સમાબંધુઓની અગાઉ જ ધરપકડ કરી લેવાઈ છે. ત્યારે આ આરોપીઓને હથિયાર આપનાર જંગલેશ્વરના વધુ એક શખ્સનું નામ ખુલતા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લીધો હતો.

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં મૌલાનાને હથિયાર સપ્લાય કરનાર રાજકોટના સમાબંધુ, અમદાવાદના મૌલાના તેમજ દિલ્લીના એક મૌલાના સહિત 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે આ કેસમાં અજીમ સમાને આ હથિયાર રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ આપ્યું હોવાનું ખુલતાની સાથે જ તે નાસતો ફરતો હતો. આજે ભાવનગરના ઢસાથી પોલીસે હથિયાર સપ્લાયરની ધરપકડ કરીને એટીએસને સોંપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રમીઝ સેતા અનેક ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં પણ તે બે વખત IPC 307ની કલમ હેઠળ બે વખત પકડાઈ ચુક્યો છે. રાજકોટની આજીડેમ પોલીસે આર્મ્સ એક્ટ તેમજ દારૂના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. એનડીપીએસના કેસમાં સપ્લાયર તરીકે ભક્તિનગર પોલીસે પણ તેની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW