સૌરાષ્ટ્રમાં સોમવારે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે આકશ ચોખ્ખું રહ્યા બાદ ફરી ઝાકળ જોવા મળી છે. જેના લીધે દિવસે પણ. વાહનોની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી. જોકે આવનારા થોડા દિવસો સુધી શિયાળાનો માહોલ યથાવત રહેશે.
હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર ઠંડીનો હજુ એક વધુ રાઉન્ડ શરૂ. થશે. જે ફેબ્રઆરી સુધી ચાલશે. સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર પંથક માં ધુમ્મસની ચાદર જોવા મળી છે. બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને મેહસાણા પંથકમાં પણ ઝાકળ જોવા મળી હતી. ખાસ કરીને હાઇવે પર જતા લોકોને દિવસે પણ વાહનની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે. સૂકા ઠંડા પવનોની અસરથી રવિવારે અમદાવાદમાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

રાજ્યમાં 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું હતું. રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો હતો. સોમવારથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.

