HomeGujaratઓફિસે પાર્સલ આવ્યું, અંદરથી નીકળ્યા 400થી વધુ બીયરના ટીન

ઓફિસે પાર્સલ આવ્યું, અંદરથી નીકળ્યા 400થી વધુ બીયરના ટીન

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગરના વઢવાણ GIDCમાં આવેલી ટ્રાંસપોર્ટની ઓફિસમાં એક એવું પાર્સલ આવ્યું કે, મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. ચંદીગઢથી આવેલા આ પાર્સલમાં બીજું કંઈ નહીં પણ દારૂ ભર્યો હતો. આ પાર્સલ કોઈ લેવા માટે આવતું ન હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પાર્સલ ખોલીને જોયું તો અંદરથી બીયરના 456 ટીન મળ્યા હતા. પોલીસે આ કેસમાં દારૂ મંગાવનાર અને દારૂ લેવા આવનાર એમ બંને વ્યક્તિઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને ફરિયાદ કરી છે.

સુરેન્દ્રનગર GIDCમાં TCI એક્સપ્રેસ નામની ટ્રાંસપોર્ટની ઓફિસ આવેલી છે. જેમાં તા.18 જાન્યુઆરીના રોજ એક પાર્સલ આવ્યું હતું. એલ્યુમિનિયમ હુક ધરાવતા કુલ 10 પાર્સલ હતા. આ પાર્સલ લેવા માટે એક વ્યક્તિ આવી હતી. પણ ટ્રાંસપોર્ટ મેનેજર સંતોષ યાદવે એની પાસે એક પુરાવો માગ્યો હતો. પણ પુરાવો ન આપી શકતા વ્યક્તિ પાછો ફર્યો હતો. પછી આ પાર્સલ લેવા માટે કોઈ આવ્યું ન હતું. અંતે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. PSI વી.એન.જાડેજા સહિતની ટીમ ટ્રાંસપોર્ટ ઓફિસે દોડી ગઈ હતી. પાર્સલ ખોલતા અંદરથી 456 બીયરના ટીન મળ્યા હતા. પોલીસે આ કેસમાં આવું પાર્સલ મોકલનાર, લેનાર અને ટ્રાંસપોર્ટ ઓફિસે પાર્સલ લેવા આવનાર એમ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. આ સાથે કાયદેસરની તપાસ પણ શરૂ કરી દીધી છે.

પોલીસે ટ્રાંસપોર્ટ ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે. પાર્સલ લેવા આવનાર વ્યક્તિ રાજવીરસિંહ પરમાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. ચંદીગઢથી આ પાર્સલ કનકસિંહ ડોડિયા નામના કોઈ શખ્સે મંગાવ્યા હોવાનું તપાસમાંથી જાણવા મળ્યું છે. પોલીસે કનકસિંહની ધરપકડ કરવા તપાસ શરૂ કરી દીધી છે. જોકે, ચર્ચાતો પ્રશ્ન એ છે કે, ગુજરાત જેવા ડ્રાયસ્ટેટમાં આ રીતે કોઈ દિવસ દારૂની પાર્સલ રૂપે ડિલેવરી થતી નથી. ચંદીગઢથી મોકલનારે બીજા કોઈ સરનામે રવાના કરી આવી ડીલેવરી કેવી રીતે કરાવી હશે?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW