HomeGujaratમોરબીના બીલીયામાં બિલેશ્વર મંદિરમાં તસ્કરોના ધામા,ચાંદીના છતર, સહિતના મુદામાલની ચોરી

મોરબીના બીલીયામાં બિલેશ્વર મંદિરમાં તસ્કરોના ધામા,ચાંદીના છતર, સહિતના મુદામાલની ચોરી

મોરબીના બગથળા બીલીયા રોડ પર છેલ્લા 2-3 દિવસથી તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ અલગ અલગ સ્થળો પર ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગત રાત્રીના આ વિસ્તારમાં આવેલ બિલેશ્વર મંદિરમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા,

અને મંદિરના શિવલીંગ પર રાખેલા રૂ 28,000 પંચધાતુ તથા ચાંદીના થાળું,શિવલિંગ લાગેલ રૂ 8000ના ચાંદીનું છતર,રૂ 25000 ચાંદીના નાગદેવતા તેમજ રૂ 45,000ની કિમતના ચાંદીના મહોર સહીત રૂ1.06 લાખની કિમતના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સવારે ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તપાસ કરતા મંદિરના પાછળ ભાગેથી ચાંદીનું મહોરું મળી આવ્યું હતું. જોકે, બાકીનો મુદામાલ મંદિર ઉપરાંત બે દિવસ પહેલા આ રોડ પર આવેલ બીલીયા ગામમાં પાંચ નાની મોટી ફેક્ટરીમાં પણ બારીની ગ્રીલ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.આ અંગે ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW