મોરબી નાગરિક સહકારી બેંકમાં 2 દાયકા સીન્ડીકેટ મેનેજમેન્ટ પ્રા લી માં રૂ 1.29 કરોડનું રોકાણ કર્યું હતું અને તેમની સાથે ફ્રોડ થયું હતું. જોકે આં અંગે બેન્કના સભાસદ કે ડી બાવરવા દ્વારા 9 મહિના પાહેલા માહિતી માંગવામાં આવી હતી જેમાં બેન્કની સામાન્ય સભામાં ગવર્મેન્ટ સિક્યોરીટી માં બેંક તરફથી સીન્ડીકેટ મેનેજમેન્ટ પ્રા.લી. માં રૂ.1.29 કરોડ નું કરેલ રોકાણ બાબતે બેંક દવારા બોલાવાયેલ બોર્ડ ની મિટિંગ ક્યારે અને કઈ તારીખે મળેલ હતી. અને આ રોકાણ કરવા બાબતે કરવામાં આવેલ ઠરાવ ની નકલ આ આટલી મોટી રકમની છેતરપીંડી થઇ હોવાનું સામે આવ્યું બેંક ના જવાબદાર લોકોના ધ્યાને કયારે આવ્યું. અને ત્યારે બાદ તેના માટે એ કાર્યવાહી બાબતે નો કોર્ટ કેશ કઈ મોરબી ની કોર્ટ માં કે હાઇકોર્ટ માં કઈ તારીખે અને ક્યાં નંબર થી દાખલ કરવામાં આવેલ છે. સહિતની અનેક વિગત માગવામાં આવી હોવા છતાં આજ દિન સુધિ કોઈ માહિતી આપવામાં ન આવતા બેકના સભા સદ અને રાજકીય આગેવાન કે ડી બાવરવાએ અ અંગે મોટા કૌભાડની આશંકા વ્યક્ત કરી છે અને આ બાબતે રીઝર્વ બેક, ગુજરાત હાઇકોર્ટ તેમજ રાજ્યપાલ સીએમ સહીત સમક્ષ આ બાબતે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે
આ અંગે બેન્કના મેનેજર નીલેશ રાચ્છે જણાવ્યું હતું કે .આ છેતરપીંડી લાંબા સમય પહેલા થઇ હતી મોરબી ઉપરાંત અન્ય 8 બેક સાથે ફ્રોડ થયું હતું જે અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે અમારી પાસે કોઈપણ સભાસદે માહિતી માગી નથી જો મારી પાસે માહિતી માંગવામાં આવશે તો જે પણ માહિતી ઉપલબ્ધ હશે તે આપીશું

