મોરબી જિલ્લામાં કોરોના વધતા કેસ ધીમે ધીમે કાબુમાં આવી રહી હોય તેમ દિન પ્રતિદિન નવા કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે બીજી તરફ એક્ટીવ કેસમાં પણ ઘટાડો આવી રહ્યો છે .જિલ્લામાં સોમવારે કુલ 1434 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાથી 135 નવા કેસ આવ્યા હતા. આ 135 કેસ તાલુકા મુજબ જોઈએ મોરબી શહેરમાં 64 ગ્રામ્યમાં 38 કેસ નોધાયા હતા અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં 02 ગ્રામ્યમાં 08 કેસ આવ્યા હતા. હળવદ તાલુકામાં03 ,ટંકારા તાલુકામાં 10 કેસ સામે આવ્યા છે. માળીયા મિયાણામાં 10 કેસ સામે આવ્યા છે. બીજી તરફ 267 દર્દી સ્વસ્થ થયાં હતાં.આ 267 દર્દીઓમાં મોરબીના 176 ,વાંકાનેરમાં 28,હળવદમાં 29 ટંકારામાં 26 ,જયારે માળિયાના 08 દર્દીઓ સ્વસ્થ થયા છે.મોરબી જિલ્લાના આજ દિન સુધીમાં 479854 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજદીન સુધીમાં કુલ 10130 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 8819 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.જ્યારે એકટિવ કેસનો આકમાં પણ ઘટાડો નોંધાયો છે અને શનિવારે એક્ટિવ કેસનો આક 969 પર સ્થિર થયા છે

