ધંધુકા મર્ડર કેસના વિરોધમાં નીકળેલી રેલી અને આવેદનપત્ર આપ્યા બાદ રાજકોટમાં રેસકોર્ષ અને આસપાસ વિસ્તારમાં કેટલાક લોકો ટોળા વળીને બેઠા હતા જેને દુર કર્યા બાદ અલગ અલગ સ્થળે પોલીસવાન અને દુકાનમાં તોડફોડ થતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો રસ્તા પર લોકોના ટોળાને વિખેરવા તા પોલીસનું આકરું વલણ સામે આવ્યું હતું.
રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળાએ ધરમ સિનેમા રોડ પર એકઠા થઇ ચક્કા જામ કરવાનો પ્રયાસ કરતા જે બાદ પોલીસે દુર ખસેડ્યા હતા. બાદમાં ગેલેક્સી સિનેમા પાસે પણ દુકાનમાં તોડફોડ કરવામાં આવી. તેમજ પીસીઆરમાં તોડફોડ કરે છે. તેમને અને ટોળું બેકાબુ બની ગયું હતું લાઠીચાર્જના કારણે પોલીસ તેમજ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જે બાદ અહી નાસભાગ મચી જવા પામી હતી.પોલીસે ટોળાને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો હતો રેસકોર્ષ રોડ પર ભર બપોરે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા સંગઠનો કલેકટરને આવેદન આપી રહ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં તોળાએ પોલીસવાનમાં તોડફોડ કરતા પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
આ અંગે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધંધુકા મર્ડર બાબતે સંગઠનના આગેવાનોએ રેલી નહી કરવા અને માત્ર કલેકટરને આવેદનપત્ર આપવાનું જણાવ્યું હતું. આવેદનપત્ર પત્ર આપ્યા બાદ ટોળાના કેટલાક લોકો ધરમ સિનેમાપાસે ટોળા બેઠા હતા જેને દુર કર્યા હતા.ગેલેક્સી સિનેમા પાસે દુકાનોમાં તોડફોડ કરવા લાગ્યા. વિખેરાઈ જવા માટે પોલીસે સૂચના આપી હતી પણ પછી ટોળુ ફૂલછાબ ચોક પાસે પહોંચ્યું હતું.જે બાદ પોલીસે દુર ખસેડ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો હાલ સ્થિતિ કાબુમાં આવી છે.અને આ ઘટનામાં જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી.પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનારા શખસ સહિત 6 લોકોની અટકાયત કરી છે.જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઇ ગઇ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં કરજણ બંધનું એલાન આપતાં બજાર જડબેસલાક બંધ રહ્યું હતું. એ સાથે વડોદરાના પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

