HomeGujaratસોશ્યલ મીડિયામાં ભડકાઉ મેસેજ કરનાર તત્વો પર થશે કાર્યવાહી,SPએ આપ્યા આદેશ

સોશ્યલ મીડિયામાં ભડકાઉ મેસેજ કરનાર તત્વો પર થશે કાર્યવાહી,SPએ આપ્યા આદેશ

ધંધુકા મર્ડર કેસ બાદ સોશ્યલ મીડિયામાં અલગ અલગ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે ત્યારે લોકોને ભ્રમિત કરતા કે શાંતિ ડહોળાઈ તેવા મેસેજ કરી રહ્યા છે. અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ તથા શાંતી ડહોળવા અને કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેર શાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાન ઉપર આવ્યું છે. જેથી કોઇ પણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી રહેલ છે અને જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાએ જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW