HomeGujaratજિલ્લાની એક માત્ર વીજળી વિહોણી માળિયાની ખારાવઢ શાળામાં વીજ કનેક્શન મળ્યું

જિલ્લાની એક માત્ર વીજળી વિહોણી માળિયાની ખારાવઢ શાળામાં વીજ કનેક્શન મળ્યું

મોરબી જિલ્લાની માળીયા તાલુકાની ખારાવાંઢ પ્રાથમિક શાળા મોરબી જિલ્લાની એકમાત્ર શાળા એવી હતી જ્યાં શાળામાં વિજ જોડાણ ન હતું. વીજળી વિહોણી શાળામાં વીજ જોડાણ આપવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રવીણભાઈ સોનગ્રાને રજુઆત કરવામાં આવી હતી જેના પગલે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે વાત કરી વર્ષોથી વીજળી વગરના વિદ્યાલયમાં અજવાળા પાથરવાનું કામ પૂર્ણ કર્યું છે. હાલ આ ખારાવઢ શાળામાં વીજ કનેક્શન મળી જતા વિધાર્થીઓ ને અભ્યાસમાં ખૂબ ઉપયોગી બનશે .ઉપરાંત મોરબી જિલ્લામાં વર્ષ 2001 ના ભયંકર ભૂકંપ બાદ શાળાઓ પણ સતત નાના મોટા આંચકા આવતા હોય આ ઉપરાંત લાંબા સમયથી ઘણી બધી શાળા જર્જરિત થઈ ગઈ હોય વિદ્યાર્થીઓ માટે બેસવા લાયક ન હોય છેલ્લા પાંચેક વર્ષથી  જર્જરિત શાળાઓ રદ કરવાની કામગીરી પેન્ડિંગ પડેલી હતી પ્રવીણભાઈ સોનગ્રાએ આવી શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો સાથ લઈ એન્જિનિયરના સંપર્કમાં રહી શાળાઓના પાડવા લાયક રૂમો નાબૂદ કરવાની કાર્યવાહી ત્વરિત કામગીરી કરી,નવા રૂમો બાંધકામ માટે સરકારમાં રજુઆતો કરેલ છે, સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી નવા રૂમો બનાવવા માટે તજવીજ હાથ ધરી છે.મોરબી જિલ્લામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ મેળવે,આધુનિક સુવિધાઓ વાળું મંદિર જેવું વિદ્યા મંદિર મળે એ માટે અદમ્ય રાજકીય ઈચ્છાશકતિ ધરાવતા પ્રવીણભાઈ સોનગ્રાએ જિલ્લા પંચાયત પ્રમુખ  ચંદુભાઈ સિહોરા પ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ઉપ પ્રમુખ  તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ  માર્ગદર્શનમાં  શાળાઓની મુલાકાત લઇ રહ્યા છે  અને .જ્યાં ક્ષતિ લાગે ત્યાં કામગીરી અંગે અધિકારીઓ અને શિક્ષકોને સુચના આપી જરુંરી મદદ માટે આશ્વાસન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW